News of Thursday, 13th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટ વિદ્યુત સહાયક ભરતી કૌભાંડનો મામલો, PGVCL ના 30 વિદ્યુત સહાયકોને કરવામાં આવ્યા ફરજ મોકૂફ, રાજકોટમાં 2021 માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી, પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા, પરીક્ષામાં ગોલમાલ થયાની ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી તપાસ, પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ સહિત બાર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા PGVCL અધિકારી એ.આર.કટારા.

(2:32 PM IST)










