News of Thursday, 13th June 2024
તા.ર૭ થી ર૯ પ્રાથમીક, માધ્યમીક, ઉચ્ચ માધ્યમીક શાળાઓમાં પ્રવેશોત્સવઃ કુબેરભાઇ ડીંડોર
નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃતી, મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ શિષ્યવૃતી વગેરેનો પ્રથમ હપ્તો પણ પ્રવેશોત્સવ વખતે ચુકવાશે

રાજકોટ, તા., ૧૩: રાજય સરકાર દ્વારા વર્ષ ર૦ર૪-રપની શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ર૭, ર૮ અને ર૯ જુન ર૦ર૪ (ગુરૂવારથી શનિવાર) દરમિયાન રાજયની બાલવાટીકાઓ, પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાઓ, જ્ઞાન શકિત રેસીડેન્સીયલ સ્કુલ તથા રક્ષા શકિત રેસીડેન્સીયલ સ્કુલોમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્ેલ છે. જેમાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેનાર પદાધિકારી, અધિકારીઓ દરરોજની ત્રણ શાળાઓમાં જશે તેમ પ્રાથમીક માધ્યમીક શિક્ષણમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવેલ કે ત્રણેય દિવસ સવારે ૮ થી ૯.૩૦ પ્રથમ પ્રાથમીક શાળા, સવારે ૧૦ થી ૧૧.૩૦ બીજી પ્રાથમીક શાળા અને બપોરે ૧ર થી ૧૩.૩૦ ત્રીજી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળા-પ્રોજેકટ સ્કુલમાં પ્રવેશોત્સવ યોજાશે.ધોરણ-૯ થી ધોરણ ૧રમાં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થીનીઓને આર્થીક સહાય આપવાના હેતુસર રાજય સરકારે નવા શૈક્ષણીક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાંમુકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજયની આશરે પ.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ઼ છે. જેમાં મોટા ભાગે ધોરણ ૧૦ અને ધોરણ ૧રની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.
નવા શૈક્ષણીક સત્રમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પુર્ણ થયા બાદ ધોરણ-૯ અને ધોરણ ૧૧ની વિદ્યાર્થીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે.
સરકારી શિક્ષણને લગતી આર્થીક સહાય અને શિષ્યવૃતીની યોજનાનો પ્રથમ હપ્તો શાળા પ્રવેશોત્સવ વખતે જ ચુકવાઇ જાય તેવુ આયોજન થઇ રહયું છે.
(2:35 PM IST)










