News of Thursday, 13th June 2024
ગુજરાત કોળી ઠાકોર સેનાના શહેર પ્રમુખ તરીકે સંજયભાઇ ડેરવાળીયાની નિમણુંક

રાજકોટ તા. ૧૩ : સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક કરવાના બેનર હેઠળ રચાયેલ ગુજરાત કોળી ઠાકોર સેનાના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સંજયભાઇ ડેરવાળીયાની નિમણુંક કરાતા ઠેરઠેરથી તેમના પર અભિનંદનવર્ષા થઇ રહી છે.
ગુજરાત પ્રમુખ જયેશ ઠાકોરની પહેલ કોળી ઠાકોર સેનાનું સંગઠન મજબુત બનાવી સમાજ એકતા સાથે આગામી દિવસોમાં સમાજના યુવાનોને રોજગારી, બહેનોને ગૃહ ઉદ્યોગ માટે મદદ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ, હોસ્પિટલમાં લોકોને મદદ સહીતના સેવાકીય કાર્યો કરવાની નેમ સંજયભાઇ ડેરવાળીયાએ વ્યકત કરી છે.
તેઓએ પોતાની ટીમમાં વોર્ડ નં. ૧૧ ના પ્રમુખ તરીકે રવિભાઇ ઓડકીયા, વોર્ડ નં. ૧૨ ના પ્રમુખ તરીકે કેતન ગોહેલ, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ તરીકે મયુરભાઇ સરવૈયાની નિમણુંક કરાઇ હતી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંજયભાઇ ડેરવાળીયા, રવિભાઇ ઓડકીયા, કેતન ગોહેલ, મયુરભાઇ સરવૈયા અને બાજુમાં ઉત્તમ રોજાલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:42 PM IST)










