તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
રવિવારે એકદિવસીય પ્રોટોકોલ યોગ શિબિર
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે લોકજાગૃતિ અર્થે આયોજન

રાજકોટ તા. ૧૩ : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં તા. ૧૬ ના ચેરમેન યોગ સેવક શિશુપાલજીની અધ્યક્ષતામાં એક દિવસીય પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરાયુ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પુર્વ તૈયારી અને જાગૃતિ હેતુથી તા. ૧૬ ના સવારે ૫.૩૦ થી ૭.૩૦ સુધી આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડ ખાતે યોજાયેલ આ યોગ શિબિરમાં કોઇપણ યોગ પ્રેમી જોડાઇ શકશે.
આ માટે મો.૯૪૨૮૨ ૩૧૮૭૩, મો.૯૪૨૯૫ ૦૨૧૮૦ ઉપર નામ નોંધાવી શકાશે. ઓન ધ સ્પોટ સ્થળ પર પણ નામ નોંધવામાં આવશે. સમયસર શિબિર એટેન્ડ કરનારને વહેલા તે પહેલાના ધોરણે ટીશર્ટ ફ્રી અપાશે.
યોગ ટ્રેનર તરીકે કિંજલ નાર, રશ્મિબેન કાચા, શિલ્પા ગામઢા, દર્શના આહ્યા, નિતિનભાઇ પંડયા, ધીરૂભાઇ ઠુમ્મર સેવા આપશે.
સમગ્ર શીબીરમાં ઝોન કો. અનિલભાઇ ત્રિવેદી, જીલ્લા કો.દિપકભાઇ તળાવીયા, મહાનગર કો.શ્રીમતી વંદના રાજાણી, શ્રીમતી ગીતા સોજીત્રા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. યોગ કોચ તરીકે પારૂલભાઇ દેસાઇ, નીતિનભાઇ કેસરીયા, કિંજલબેન ઘેટીયા સેવા આપશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા યોગ બોર્ડના સદસ્યો નજરે પડે છે.
(3:17 PM IST)










