<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

નવનાત વણિક સંગઠન દ્વારા પ્રથમ પરિચય મેળાવડો સંપન્‍ન : ૪૦૦ સભ્‍યોએ દાખવ્‍યો ઉત્‍સાહ

દર રવિવારે શેઠ ઉપાશ્રયે બેઠક : બાયોડેટા બતાવાશે : મહીલા ઉમેદવારને ફ્રી સેવા

રાજકોટ તા. ૧૩ : નવનાતના વિશ્વ વણિક સંગઠનના ઉપક્રમે રોયલ વણિક મેરેજ બ્‍યુરોના સમન્‍વય સાથે તાજેતરમાં પસંદગી મેળો યોજવામાં આવતા ૪૦૦ થી વધુ સભ્‍યોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

દીપ પ્રાગટય શિલ્‍પા જવેલર્સના પ્રભુદાસભાઇ પારેખ, શેઠ ઉપાશ્રયના સેક્રેટરી નયનાબેન મોદી, રોયલ પાર્કના બીપીનભાઇ પારેખ, અશોકભાઇ મોદી, નવનાત વણિક સમાજના પ્રશાંતભાઇ શાહ તેમજ રોયલ વણિક મેરેજ બ્‍યુરોના ચંદ્રકાન્‍તભાઇ શેઠના હસ્‍તે કરાયુ હતુ.

આ પ્રથમ આયોજમાં ચંદ્રકાંતભાઇ શેઠની આગેવાની હેઠળ ચેતનભાઇ વખારીયા, દીપકભાઇ કોઠારી, નયનાબેન મોદી, રીધ્‍ધીબેન બાવીશી, સંજયભાઇ મહેતા, પરેશભાઇ મહેતા, મુકેશભાઇ ઝાટકીયા, વીધીબેન મહેતા, બીપીનભાઇ પારેખ, જગુભાઇ દોશી, પારસભાઇ, વંદિતભાઇ શેઠ, હર્ષભાઇ, હર્ષાબેન બોસમીયા, હેમલતાબેન, દીલીપભાઇ સહીત અનેક કાર્યકર્તાઓએ સેવા આપી હતી.

આ રોયલ મેરેજ બ્‍યુરોના મેમ્‍બર્સ બન્‍યા હોય તેમને દર રવિવારે સવારે ૯ થી ૧ દરમિયાન વણિક ભવન શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી. ચોક, પ્રસંગ હોલ પાસે બાયોડેટા બતાવવામાં આવશે. ફીમેલ ઉમેદવારો માટે સેવા નિઃશુલ્‍ક છે. દર રવિવારે પરીચય ડેટા અપાશે. વિશેષ માહીતી માટે ઉપરોકત સ્‍થળે દર રવિવારે સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચેતનભાઇ વખારીયા, નયનાબેન મોદી, રીધ્‍ધી બાવીસી, દિપકભાઇ શેઠ, વિધિ મહેતા, મુકેશભાઇ ઝાટકીયા, હર્ષાબેન બોસમીયા નજરે પડે છે.

(3:17 PM IST)