તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
મનપાની વિવિધ ૬૮૦ મિલકતનો પ્રાથમિક સર્વે પુર્ણ !
૧૩૬ મિલ્કતો ફાયર એનઓસીને પાત્ર : સાધનો ખરીદાશે

રાજકોટઃ ફાયર એન.ઓ.સી અને બાંધકામ પરવાનગી સર્ટિફિકેટ માટે કોર્પોરેશન સંચાલિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો સર્વે આચાર્યયો મારફત ચાલુ છે. આ ઉપરાંત ઝોન ઓફિસ,આધાર કેન્દ્ર, હોલ વગેરેમાં કમિશનરે બનાવેલી ટીમ દ્વારા ખાસ સર્વે હાથ રહ્યો હતો આ સર્વે પૂર્ણ થતા હવે ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે.તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનની વિવિધ મિલકતોમાં ફાયર એનઓસી અને બાંધકામ બાંધકામ પરવાનગી સર્ટિફિકેટના સર્વેમાં હાલ ૧૩૬ મિલકતો એનઓસીને પાત્ર હોવાનો જણાવ્યું હતું.ફાયરના સાધનો વિનાના સ્થળો માટે હવે સાધનો ખરીદી સહિતની પાંચ પ્રક્રિયા કરવામાં આવશે
(4:31 PM IST)










