<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ધારીમાં ‘ધ ફર્ન વિસ્‍ટેરીયા રિસોર્ટસ' શરૂ : નિલ્‍સ સંજયરાજ ગ્રુપનું સાહસ

રિસોર્ટમાં વિલાકોટેજ, જીમ, સ્‍વીમીંગ પુલ, મીટીંગ રૂમ, કોન્‍ફરન્‍સ રૂમ, બાળકો માટે ઇનડોર આઉટડોર ગેમ્‍સ, ડેન (ગુફા), શેરબાગ સહિતની સુવિધાઓ, પ્રકૃતિના ખોળે આતિથ્‍યને આવકારવા અમો આતુર છીએ : પત્રકાર પરીષદ સંબોધતા યુવા એમ.ડી. સ્‍વરાજ રાજગુરૂ

રાજકોટ, તા. ૧૩ :  ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ'ની સ્‍થાપના ૧૯૬પ માં સંજયભાઈ રાજયગુરૂ દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી. ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ' અલગ અલગ બિઝનેસમાં પાંચ દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક પોતાનો વિસ્‍તાર કરી રહ્યું છે. અનેક વર્ષોની મહેનત અને સતત ગ્રાહકોને પોતાની સેવાઓથી સંતુષ્‍ટ કરી તેમનો વિશ્‍વાસ જીતવાના લક્ષ્ય સાથે આજે ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ' કોર્પોરેટ જગતમાં સૌથી પ્રખ્‍યાત અને આદરણીય નામ બની ગયું છે. હાલ આ ગ્રુપનું નેતૃત્‍વ ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને રાજકીય નેતા ‘ઈન્‍દ્રનીલ રાજયગુરૂ' દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું હોવાનું આજરોજ યોજાએલ પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.

ધ ફર્ન હોટલ એન્‍ડ રિસોર્ટસ, ભારતની અગ્રગણ્‍ય અને પર્યાવરણની દ્રષ્‍ટીએ સંવેદનશીલ હોટલ ચેઈન તરીકે જાણીતું નામ છે. દેશમાં સૌથી ઝડપથી વિકસતી હોટલ બા્રન્‍ડમાની એક છે. જેમાં હાલ ૧૦૦ થી વધુ હોટલ અને રિસોર્ટસ કાર્યરત છે. ટૂંક સમયમાં ૯૦ થી વધુ સ્‍થાનો પર ધ ફર્ન રેસીડેન્‍સી ખુલશે. ગુજરાતમાં જાણીતા ફર્ન ગ્રુપ બિઝનેસ ગ્રુપ ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ' સાથે મળીને અમરેલી જીલ્લાના ધારી ખાતે ‘ધ ફર્ન વિસ્‍ટેરીયા રિસોર્ટસ' ખુલ્લો મુકવામાં આવ્‍યો છે.  હર્ષ અનુભવી રહયું છે. આ સાથે ફર્ન ગુ્રપની હોટલ એન્‍ડ રિસોર્ટસની સંખ્‍યા ર૭ ની હોવાનું જણાવાયું છે.

અમરેલી જીલ્લાના આંબરડી સફારી પાર્કની પૃષ્‍ઠભુમીમાં શરૂ થયેલ ધ ફર્ન વિસ્‍ટેરીયા રિસોર્ટસ ધારી રેલવે સ્‍ટેશનથી માત્ર ૬ કિ.મી., ધારી બસ સ્‍ટેન્‍ડથી ૮ કિ.મી., અમરેલી બસ સ્‍ટેન્‍ડથી પ૩ કિ.મી અને રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટથી ૧૭૦ કિ.મી. દુર છે. આ રિસોર્ટસમાં સુંદર અને આકર્ષક ડિઝાઈન કરેલા ૩૦ જેટલા વિલા કોટેજ છે. હાઈ સ્‍પીડ વાઈ-ફાઈ ઈન્‍ટરનેટ કનેકટીવીટી, દરેક રૂમમાં એલઈડી ટીવી, ડિજીટલ ઈન-રૂમ સેફ, ઈન-રૂમ ચા-કોફીની સુવિધા, ઈકોફ્રેન્‍ડલી બાથરૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ રિસોર્ટસમાં બે ઓન સાઈટ રેસ્‍ટોરન્‍ટ છે. સવારે ૭ વાગ્‍યાથી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી કાર્યરત રહે છે. શાકાહારી ભોજન, ચા-કોફી, બાઈટ્‍સ અને મોકટેઈલની વિવિધ સર્વિસ પુરી પાડશે, ઉપરાંત આ રિસોર્ટમાં જીમ, સ્‍વિમીંગપુલ, મીટીંગ રૂમ, કોન્‍ફરન્‍સ રૂમ, બાળકો માટે વિવિધ પ્રકારની ઈન્‍ડોર-આઉટડોર ગેમ સહીતની અસંખ્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ છે. આ રિસોટર્સમાં ર અત્‍યાધુનીક ભવ્‍ય જોવાલાયક સ્‍થળ છે. જેમાં ૧૦૩૪ ચો.ફૂટનો ‘ડેન' (ગુફા) અને ર૮૦૦૦ ચો.ફૂટનો ‘શેરબાગ' છે. કોઈપણ શુભ પ્રસંગો અને કોર્પોરેટ ઈવેન્‍ટસ જેવા પ્રસંગો અહીં ઉજવી શકાય છે.

આ રિસોર્ટસના ઉદ્‌ઘાટનપ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્રી સુહેલ કન્‍નામ્‍પીલી એ જણાવ્‍યું હતું કે ધારીમાં લોન્‍ચ થયેલો અમારો આ રિસોર્ટસ સહેલાણીઓને મહેમાન નવાજી માટે અસાધારણ અનુભવ આપવાનું વચન આપે છે. .

રિસોર્ટસના ઉદ્‌ઘાટન પ્રસંગે આનંદ વ્‍યકત કરતા સંજયરાજ એન્‍ડ કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્રી સ્‍વરાજ રાજયગુરુએ જણાવ્‍યું હતું કે, ‘અમે ફર્ન ગ્રુપ સાથે ભાગીદારી કરવાના અમારા નિર્ણયથી ખુશ છીએ. અમારો આ નવો ધ ફર્ન વિસ્‍ટેરીયા રિસોર્ટસ મહેમાનોના આતીથ્‍ય માટે ઉત્તમ વિકલ્‍પ તરીકે ઉભરી આવશે. ધ ફર્ન હોટલ એન્‍ડ રિસોર્ટસ સાથેની અમારી ભાગીદારી સાથે અમને વિશ્‍વાસ છે કે અમારા અતિથીઓની ઉતમ સ્‍તરની સેવા માટે અમો કયારેય ઉણા નહીં ઉતરીએ જેની અમે ખાત્રી આપીએ છીએ.' હોસ્‍પિટાલિટી અને રિયલ એસ્‍ટેટ ડેવલપર તરીકે ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ'નું લક્ષ્ય હંમેશા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો અને સુવિધામાં વધારો કરવાનું રહ્યું છે. હોસ્‍પિટાલિટી ક્ષેત્રમાં ‘નીલ્‍સ સંજયરાજ ગ્રુપ' દ્વારા અગાઉ નીલ્‍સ સિટી રિસોર્ટ, નીલ દા ઢાબા, સિએરા સ્‍ટાઈલ - રાજકોટ, લેમન-ટ્રી હોટલ, રેડિયસ લોન્‍સ અને સાક્ષી ફંકશન ડેસ્‍ટિનેશન જેવા વેન્‍યર્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્‍યા છે.

વધુ માહિતી તેમજ મુલાકાત લેવા માટે મો. ર૭૯૭ર ૯૯પપપ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં પત્રકાર પરીષદ સંબોધતા શ્રી સ્‍વરાજ ઇન્‍દ્રનિલભાઇ રાજગુરૂ (ધ નિલ્‍સ સંજયરાજ, એમ.ડી.), શ્રી સતિષ પાંડે (ધ ફર્ન વીસ્‍ટેરીયા-ધારી જીએમ), શ્રી અજય શ્રી વાસ્‍તવા (ધ ફર્ન રેસીડેન્‍સી રાજકોટ-જીએમ), શ્રી કેવીન એસ્‍લી માર્ટીસ (જનરલ મેનેજર સેલ્‍સ એન્‍ડ માર્કેટીંગ-પાヘમિ ભારત) અને શ્રી નોસીરએ મારફતીયા (સિનિયર વાઇસ પ્રેસીડેન્‍ટ, સેલ્‍સ માર્કેટીંગ) નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:37 PM IST)