તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
રાજકોટના વેપારીનો પનીરનો નમુનો સબ સ્ટાન્ડર્ડ થતા પ લાખનો દંડ ફટકારતા એડી. કલેકટરઃ અન્ય બે કેસમાં પણ દંડ

રાજકોટ તા. ૧૩: રાજકોટના એડી. કલેકટર પાસે ફુડ એન્ડ સેફટીના કેસો ચાલી જતા તેમણે સૂનાવણી બાદ ૩ કેસમાં ૬ લાખનો દંડ ફટકારતા ચકચાર મચી છે.
વિગતો મુજબ મેટોડાના ગીરીશ શીંગાળાને બીસ ડ્રીંક એડેડ મીનરલ વોટરના નમુનો સબ સ્ટાન્ડર્ડ થતા પ૦ હજારનો, આ જ પાર્ટીને પ૦૦ મીલીની બોટલમાં પણ નમુનો સબ સ્ટાન્ડર્ડ થતા પ૦ હજારનો અને રામનાથ પરાના દુકાન માલિક ઇમ્તીયાઝ કાણીયાને પનીર (લૂઝ) નો નમુનો વડોદરા લેબોરેટરી તરફથી સબ સ્ટાન્ડર્ડ થતા પ લાખનો દંડ એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીએ ફટકારી તાકિદે દંડ ભરી દેવા આદેશો કર્યા છે.
(4:33 PM IST)










