તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
સ્વામી સત્ય પ્રકાશ આજે ૭૬ વર્ષના થયા : ડાયમંડ જયુબેલી : ૩૯ વર્ષથી ઓશોનો સંદેશ ફેલાવી રહ્યા છે
‘તેરા તુજકો અર્પણ... મેરા મુજ મેં કુછ નહિ'

રાજકોટઃ ઓશો ધ્યાન મંદિર ૩- વૈદ્યવાડીમાં સતત ૩૯ વર્ષથી, એક પણ દિવસ બંધ રાખ્યા વિના (લોકડાઉનમાં પણ ચાલુ રાખીને) ઓશોના કાર્યોનો પ્રસાર કરવો, સવાર - સાંજનું સક્રિય અને વ્હાઈટ રોબ મેડીટેશન સતત ચાલુ રાખવુ એ કોઈ નાર્ની - સુની ઘટના નથી. આ ભગીરથ કાર્ય સ્વામી સત્યપ્રકાશજીએ પાર પાડયુ છે. ઓશોએ આપેલ રોબ અને નામકરણ સાથે તેમણે ૩૯ વર્ષ પૂર્વે ઓશો ધ્યાન મંદિર શરૂ કર્યુ. ત્યારથી આજ સુધી એક પણ દિવસ બંધ નથી રહ્યુ. ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડુ હોય કે કોરોના જેવી મહા આફત હોય ઓશો ધ્યાન મંદિર સદેવ ખુલ્લુ રહ્યું છે. એક જમાનામાં ૮૦૦-૮૦૦ પેટ્રોલ વાહનો, (એમ્બેસેડર મોટર સહિત)ના એન્જીન બદલીને ડિઝલના બેસાડવાનું કામ કરનારે ઓશોનો ભેખ ધારણ કરી બધુ જ ત્યાગી સંપૂર્ણ જીવન ઓશોમયે કરી નાખ્યુ છે.
આજે શ્રી સત્ય પ્રકાશજીને ૭૬મું વર્ષ બેઠુ છે. તેમના ધ્યાન મંદિરે સ્વ. નિલમ મા, આભા મા, માધવી મા, કિર્તી સ્વામી, મુકતામાથી લઈને અનેક ઓશોના સાધકોની સેંકડો શિબિરો યોજાઈ છે. ગુરૂપૂર્ણિમાથી કિશાનપરા ચોકમાં તેમનું ઓશો ધ્યાન મંદિરનું નવુ મંદિર બની રહ્યું છે. તેનો પ્રારંભ થશે. અકિલા પરિવારના સ્વામી સત્યપ્રકાશ આજે પુજય કિરીટભાઇ ગણાત્રાના આર્શિવાદ સાથે ૭૬ વર્ષના થયા છે. ડાયમંડ જયુબેલી નિમિત્તે ‘અકિલા' પરિવારે શુભેચ્છા પાઠવી છે.
આજે ૧૩ જૂનના ૭૬ વર્ષ પૂરા કરી રહેલ સ્વામી સત્ય પ્રકાશજી હંમેશ કબીરજીની વાત કરતા રહ્યા છે કે ઁતેરા તુજકો અર્પણ, મેરા મુજ મેં કુછ નહિં... અકિલા પરિવાર તેમને અનંત અનંત કોટી શુભેચ્છા પાઠવે છે.... જય ભગવાન... (સ્વામી સત્યપ્રકાશ - મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬)
ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે જન્મોત્સવ- આજે સાંજે સંન્યાસ ઉત્સવ-મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા
રાજકોટઃ છેલ્લા ઘણાં વર્ષથી ઓશો કાર્યથી સંકળાયેલા ઓશોને સર્મપીત સ્વામિ સત્યપ્રકાશ છેલ્લા ૩૯ વર્ષોથી વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાનમંદિરનું સંચાલન કરે છે. જે છેલ્લા ૩૯ વર્ષોમાં એકપણ દિવસ બંધ નથી રહયું સવાર-સાંજ નિયમિત ધ્યાન અને દર મહિને ૧ દિવસીય બે ધ્યાન શિબિરનું આયોજન કરે છે. કાર્યક્રમ સંચાલનઃ પુર્વાદિદિ (માંપુર્વીપ્રકાશ)-રાધિકા મ્યુઝીકલ ગ્રુપના એચ.કે.લીયા દીપા ચાવડાના જુના પિકચરોના ગીત-ગઝલોનો વિશેષ કાર્યક્રમ નિતીનભાઇ (સ્વામિ દેવરાહુલ) દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્યાનમ નામ નોંધણી આજથી શરૂ વિશેષ માહિતીઃ સ્વામિ સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજય રાઠોડ- ૯૮૨૪૮ ૮૬૦૭૦
(4:29 PM IST)










