<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અકિલા ન્યુઝ : પારેવડી ચોક પાસે આવેલ ડિલક્સ ચોક માંથી નીકળો તો તમારી જવાબદારીએ નીકળજો, તંત્રએ કામમાં ભલે લોટ પાણીને લાકડા કર્યા હોઈ જવાબદારી તમારી જ આવશે, રાજકોટના પારેવડી ચોક પાસે આવેલ ડિલક્સ ચોકમાં PGVCL દ્વારા નવા વીજ થાંભલા નાખવામાં આવ્યા છે એ સારી બાબત છે પરંતુ કેમ નાખ્યાએ મહત્વનું છે, PGVCLની ટિમ આવી ને વીજ થાંભલા માટી નાખી ઉભા કરી દેવાયા છે, હવે વરસાદી માહોલ આવી રહ્યો છે જો આ માટી ભરેલા વીજ થાંભલા કોઈ ઉપર ધરાશાયી થશે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે તો જવાબદાર કોણ? રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(8:43 PM IST)