News of Friday, 14th June 2024
ગાયત્રી મંત્રથી ૭૦૦ પ્રકારના કંપનો જાગે
રવિવારે વેદોની માતા ગાયત્રી દેવીની જન્મ જયંતી મંત્રના ૨૪ અક્ષરોમાં બ્રહ્માંડના વાઇબ્રેશન્સ સામેલ : ગાયત્રી મંત્રના જાપથી અકલ્પનીય સિધ્ધિ - પ્રસિધ્ધિ પ્રાપ્ત થાય, કાયાકલ્પ પણ થઇ શકે : નિત્ય જાપથી જીવન પરિવર્તન શક્ય

રાજકોટ : તા. ૧૬ના રવિવારે ગાયત્રી જયંતી છે. ગાયત્રી મંત્રની અદ્ભૂત શકિત જાણીએ.
અર્થાત્ ગાયત્રી જ પરમાત્મા વિષ્ણુ છે, ગાયત્રી જ પરમાત્મા શિવ છે અને ગાયત્રી જ પરમાત્મા બ્રહ્મા છે. આથી ગાયત્રીથી વેદોની ઉત્પત્તિ થઈ છે. ભગવદ્ગીતામાં પણ ભગવાન કૃષ્ણે સ્પષ્ટ જ કહ્યું છે. - ‘गायत्री छन्दसामहम' અર્થાત્ વેદોમાં હું ગાયત્રી છું. ગાયત્રીને વેદમાતા, જગતમાતા કહેવાય છે. તે સદ્બુદ્ધિ, સદ્વિચારો આપનારી છે, જીવનને દરેક ક્ષણે તે આપણી સહાયતા કરે છે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણો સાથ છોડતી નથી. સન્માર્ગે ચાલતા રહેવાની પ્રેરણા આપે છે. મન નિર્મળ અને પવિત્ર થઇ જાય છે. ગાયત્રી મંત્ર ઇન્દ્રિય સંયમનો પાઠ ભણાવે છે અને એ જ માનસિક તથા આત્મિક શક્તિઓનો વધારવાનો માર્ગ છે. એની શક્તિ વધવાથી પાપ અને કુવિચાર રહેતા નથી. મહામંત્ર ગાયત્રી મનને મજબુત બનાવનારું અમોઘ શષા છે અને તે પાપોથી બચાવે છે.
ગાયત્રી શબ્દનો અર્થ
‘गे शब्दे ' ધાતુથી ‘शतृ ' પ્રત્યય કરવાથી ‘गायत ' શબ્દ બને છે. પછી ‘त्रेद: पालते
' ધાતુથી સંબદ્ધ થઈને સ્ત્રીપ્રત્યયાન્ત ÒUFI+L ' શબ્દ નિષ્પન્ન થાય છે. વેદોમાં ગાયત્રી શબ્દનો અર્થ આ પ્રમાણે છે. શતપથ બ્રાહ્મ ણ(૧૪/૮/૧૫/૭) અનુસાર ગાયત્રીએ પ્રાણની રક્ષા કરી હતી. પ્રાણને(ગય) કહેવાય છે. ગાયત્રી પ્રાણ છે. આ ગાયત્રીમાં સમસ્ત સંસાર પ્રતિષ્ઠિત છે. જે ગાયત્રીમાં બધા દેવતા, બધા વેદ, બધા કર્મ અને બધા કર્મફળ એકત્ર થાય છે તે ગાયત્રી પ્રાણરૂપ થઇને જગતની આત્મા છે. બૃહદારણ્યકોપનિષદ(૫/૧૪/૪) માં પણ આ જ પ્રકારે ગાયત્રી શબ્દનું નિર્વચન મળે છે. નિરુક્ત(૭/૧૨/૫) અનુસાર દ્વિજ જેનાથી પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરે છે, તે ગાયત્રી કહેવાય છે.
પુરાણાદિ સ્મૃતિક શાસ્ત્રો માં ‘ગાયત્રી' શબ્દની એક અન્ય વ્યુત્પત્તિ મળે છે. તેને અનુસાર જે પોતાના ગાન કરવાવાળાનું ત્રાણ(રક્ષણ) કરે છે તે ગાયત્રી છે. બૃહદ્ યાજ્ઞવલ્ક્યસ્મૃતિ અનુસાર જે ગાન કરવાવાળા દ્વિજનું પ્રતિગ્રહદોષ તથા અન્નદોષથી તથા પાતક અને ઉપપાતકથી ત્રાણ કરે છે(બચાવે છે) એના માટે ગાયત્રી કહેવામાં આવે છે. દેવીભાગવત(૧૧/૩/૧૧) અનુસાર ગાયન(જપ) કરવાવાળાનું રક્ષણ કરવાને કારણે ગાયત્રી કહેવામાં આવે છે.
ગાયત્રી મંત્ર અને તેનો અર્થ
ओम भूर्भाव: स्व: तत्सिवतुर्वरेण्यम
भर्गों देवस्य धीमिह
धियो यो न: प्रचोदयात
(शूक्ल यजुर्वेद – ३६/३)
પરમાત્મા, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ એવા અખિલ બ્રહ્માંડની રચના કરનાર (જે સત્, ચિત્, આનંદરૂપ) છે તે ઉત્પન્ન કરનાર પરમાત્માના સર્વશ્રેષ્ઠ પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ જે અમારી બુદ્ધિના પ્રેરક છે. ગાયત્રી મંત્ર ૨૪ અક્ષરોનો બનેલો છે. તેથી તેમાં ગાયત્રી છંદ છે અને તેના ષિ વિશ્વામિત્ર છે.
ગાયત્રી મંત્રની ઉત્પતિ
ગાયત્રી વેદોની માતા છે. ગાયત્રીથી જ ચાર વેદ પ્રગટ થયા છે. વેદોમાં જે કંઈ પણ છે તેનો સાર ગાયત્રીમાં છે. આથી જ ગાયત્રીને વેદોનો સાર કહેવામાં આવે છે. જેવી રીતે મધ, ઘી અને પાણી ક્રમશઃ ફૂલ, દૂધ, સ્વાદ(રસ) નો સાર છે, તેવી જ રીતે ગાયત્રી મંત્ર પણ બધા જ વેદોનો સાર છે. ભગવાન આદ્ય શંકરાચાર્યએ પણ ગાયત્રીને વેદોનો સાર કહી છે. પ્રણવાદિ(ૐ ભૂર્ભુવઃ સ્વઃ સ્વરોમ્) સાત વ્યાહ્રુતિઓથી યુક્ત માથું(શિર સહિત) ગાયત્રીને સમસ્ત વેદોનો સાર કહ્યું છે.
સમસ્ત વેદોની સારભૂત ગાયત્રીની ઉત્પત્તિ પ્રજાપતિ બ્રહ્માના મુખમાંથી થઈ છે. બ્રહ્મા જયારે ગાન કરી રહ્યા હતા ત્યારે તેના મુખમાંથી ગાયત્રી મંત્રની ઉત્પત્તિ થઈ. સર્વપ્રથમ ગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ ત્રણેય વેદોમાંથી એક-એક અક્ષર લેવામાં આવ્યો. - અ, ઉ, મ - ૐ તેને પ્રણવ કહે છે. તેના પછી એક-એક શબ્દ લેવામાં આવ્યો. ભૂ, ભુવઃ, સ્વઃ - તેને મહાવ્યાહ્રુતિ કહે છે. પછી એક-એક પાદ આ પ્રમાણે લેવામાં આવ્યા. - તત્સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો નઃ પ્રચોદયાત્ - આ ત્રણેય પાદને ક્રમશઃ ભેગા કરવાથી ગાયત્રી મંત્ર પરિપૂર્ણ થઈ જાય છે.
મનુસ્મૃતિ(૨/૭૬,૭૭)ના અનુસાર અકાર વિષ્ણુ, ઉકાર બ્રહ્મા અને મકાર મહેશ્વર છે. જે ત્રણ વર્ણો કહ્યા છે. ભૂઃ(ભૂર્લોક-પૃથ્વી) ભુવઃ(પિતૃલોક) અને સ્વઃ(સ્વર્ગલોક) - આ ત્રણ વ્યાહ્રતિઓ છે તથા ગાયત્રીમાં એક-એક પાદ ગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ છે. બ્રહ્માએ આ ત્રણેય વેદોમાંથી સાર ગ્રહણ કરીને મહત્ત્વપૂર્ણ ગાયત્રી મંત્રને પ્રગટ કર્યો.
ગાયત્રીના વિભિન્ન નામ
ગાયત્રી મંત્રમાં ‘ગાયત્રી છંદ' રહેલો છે. તેથી તેને ‘ગાયત્રીમંત્ર' કહે છે. સવિતા(સૂર્ય) થી સંબંધ હોવાને કારણે તેને ‘સાવિત્રી'કહે છે. વેદ(બ્રહ્મ) થી સંબંધ રાખવાથી અને બ્રાહ્મણોએ ઉપાસના કરવાથી ‘બ્રહ્મગાયત્રી' કહે છે. ઉપનયન(યજ્ઞોપવિત) ના સમયે દ્વિજને ગુરૂ દ્વારા ગાયત્રી મંત્રનો ઉપદેશ આપવાથી તેને ‘ગુરૂમંત્ર' કહે છે. વેદોની માતા હોવાને કારણે તેને ‘વેદમાતા'અને દેવોની માતા હોવાને કારણે ‘દેવમાતા' કહેવામાં આવે છે. અથર્વવેદમાં તેને ‘વરદાયિની વેદમાતા'નું બિરૂદ આપવામાં આવ્યું છે. ગાયત્રી મંત્રમાં ત્રણ ચરણ હોવાથી તેને ‘ત્રિપદા' પણ કહેવામાં આવે છે.
વેદમાતા ગાયત્રીની સ્તુતિ કરવાથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મ ચર્ય આપીને બ્રહ્મ લોકને પ્રાપ્ત કરાવે છે.
છાન્દોગ્યોપનિષદ(૩/૧૨) અનુસાર ગાયત્રી પરબ્રહ્મ સ્વરૂપ છે ગાયત્રી તો સર્વભૂત રૂપ છે. જે કંઈ સ્થાવર જંગમ છે તે ગાયત્રી જ છે. પ્રાણ જ ગાયત્રી છે. આ જે સર્વભૂતરૂપ ગાયત્રી છે એ જ પૃથ્વીરૂપ છે, એ જ પ્રાણ સ્વરૂપ છે. ષિ વિશ્વામિત્ર અનુસાર ચાર વેદોમાં ગાયત્રી જેવો મહાન અને પવિત્ર બીજો કોઈ મંત્ર નથી. કાશી જેવી પુણ્યશાળી બીજી કોઇ નગરી નથી. અત્રિમુનિ અનુસાર ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, ગાયત્રીથી શ્રેષ્ઠ જપ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ. ગાયત્રી મંત્રથી સંસારમાં કંઈ જ બાકી રહેતું નથી.
ગાયત્રીના ચોવીસ અક્ષર
શક્તિઓના પ્રતીક સ્વરૂપ
ગાયત્રી મહામંત્રમાં ચોવીસ અક્ષર છે. યોગી યાજ્ઞવલ્ક્યએ તેને ચોવીસ દિવ્ય શક્તિઓની ઉપમા આપી છે. તેને ચોવીસ દેવતાઓની ભૂમિ સ્વીકાર કરી છે. ગાયત્રીના ચોવીસ અક્ષરોમાં પાંચ કમર્ેિન્દ્રય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પંચભૂત, પાંચ વિષય અને મન, બુદ્ધિ, અહંકાર અને આત્મા એ ચોવીસ તત્ત્વ આવેલા છે, આ ચોવીસ અક્ષરોમાંથી જ જીવાત્માની ચોવીસ શક્તિઓ ઉત્પન્ન થયેલ છે. ગાયત્રીના ચોવીસ અક્ષર દેવતાઓના પ્રતીક છે.
વિજ્ઞાનની દૃષ્ટિએ ગાયત્રી મંત્ર
એવું કહેવામાં આવે છે કે જયારે કોઈ પણ વ્યકિત ગાયત્રી મંત્રનો પાઠ કરે છે તો અનેક પ્રકારની સંવેદનાઓ આ મંત્ર સાથે થતી હોય તેના સ્પંદનો વ્યક્તિના મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. જર્મન વૈજ્ઞાનિક કહે છે કે જયારે પણ કોઈ વ્યકિત પોતાના મુખથી કંઈ બોલે તો તેના બોલવામાં અવાજના જે સ્પંદન અને કંપન ઉત્પન્ન થાય છે. તે ૧૭૫ પ્રકારના હોય છે. જયારે કોઈ કોયલ પંચમ સ્વરમાં ગાય છે તો તેના અવાજમાં ૫૦૦ પ્રકારના કંપન ઉત્પન્ન થાય છે પરંતુ જર્મન વૈજ્ઞાનિક કહે છે કે દક્ષિણ ભારતના વિદ્વાનો પાસે વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો પાઠ કરાવવામાં આવ્યો, તો યંત્રના માધ્યમથી એ જ્ઞાત થયું કે ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી સંપૂર્ણ સ્પંદનના જે અનુભવ થયા તે ૭૦૦ પ્રકારના કંપન હતા. આમ, ગાયત્રી મંત્ર બોલવાથી ઉત્પન્ન થતા વાઇબ્રેશન અદ્વુત પ્રકારના છે. આમ, ગાયત્રી જપથી ત્રણેય વેદોના અધ્યયનનું ફળ મળે છે. ત્રિકાળ સંખ્યામાં આ મંત્રનો નિત્ય જપ કરવાનું શાસ્ત્ર વિધાન છે. અનેક દેવી-દેવતાઓના ગાયત્રી મંત્ર પણ જોવા મળે છે. ગાયત્રી મંત્ર શક્તિ અદ્ભૂત છે, વેદમાતા ગાયત્રીના યશોગાન આદિકાળથી ગવાતા આવ્યા છે. આપણા ષિ-મુનિઓએ ગાયત્રી વંદના કરી છે. ગાયત્રી મંત્ર એ ભાવપ્રધાન મંત્ર છે એટલે કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે તેના અર્થનું ચિંતન કરવાથી મંત્ર શક્તિ શરીરના જુદા જુદા અંગો પર પોતાનો પ્રભાવ બતાવે છે અને એથી જ તો કહ્યું છે કે ગાયત્રી મંત્ર જાપથી વ્યક્તિનો કાયાકલ્પ થઈ જાય છે.
મહાનુભાવોના મતે ગાયત્રી મંત્ર
નારદ અનુસાર ગાયત્રી જગત જનની છે. વાલ્મીકિ ઋષિ અનુસાર ગાયત્રી મંત્રથી વધારે પવિત્ર કરનારી કોઈ વસ્તુ નથી. વ્યાસ અનુસાર મનમાં ધારેલા કાર્યોની સફળતા માટે અને તપની સિદ્ધિ માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ છે.
મહર્ષિ પરાશર અનુસાર ક્, યજુ, સામ અને બધા જ સૂક્તોમાંથી ગાયત્રી મંત્રનો ૐ(પ્રણવ) જાપ સર્વોત્તમ છે. મહાત્મા ગાંધી અનુસાર ગાયત્રી મંત્રના નિરંતર જપ રોગીઓને સારા કરવામાં આત્માની ઉન્નતિ માટે છે.
કવિવર રવિન્દ્રનાથ ટાગોર અનુસાર ભારત વર્ષને જગાડનારો જે ગાયત્રી મંત્ર છે તે એટલો બધો સરળ અને એકી સાથે તેનું
૨૪ અક્ષરો
૨૪ દેવતા
ગાયત્રીના ચોવીસ અક્ષરમાં ક્રમશઃ પહેલા અક્ષરના દેવતા અગ્નિ, વાયુ, સૂર્ય, વિદ્યુત, યમ, વરૂણ, બૃહસ્પતિ, પર્જન્ય, ઈન્દ્ર, ગંધર્વ, ૐ, મિત્રા-વરુણ, ત્વષ્ટા, વસુ, મરુત, સોમ, અંગિરસ, વિશ્વદેવ, અશ્વિનીકુમાર, પ્રજાપતિ, સર્વદેવ, રૂદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન - આમ ક્રમશઃ ચોવીસ અક્ષરના ચોવીસ દેવતા છે.
ગાયત્રીના ક્યા અક્ષરથી કઈ શક્તિ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે. - (૧) સફળતા, (૨) પુરૂષાર્થ, (૩) પાલન, (૪) કલ્યાણ, (૫) યોગ, (૬) પ્રેમ, (૭) લક્ષ્મી, (૮) તેજસ્વિતા, (૯) સુરક્ષા, (૧૦) બુદ્ધિ, (૧૧) દમન, (૧૨) શ્રદ્ધા, (૧૩) ધારણા, (૧૪) પ્રાણ, (૧૫) સંયમ, (૧૬) તપ, (૧૭) દૂરદર્શિતા, (૧૮) જાગૃતિ, (૧૯) સૃષ્ટિ, (૨૦) સરળતા, (૨૧) રસ, (૨૨) સાહસ, (૨૩) વિવેક, (૨૪) સેવાભાવ - આ ગુણોને મેળવીને વ્યક્તિ તુચ્છતાથી મહાનતા અને પશુતાથી દેવત્વની ભૂમિકામાં આગળ વધવાનો અધિકારી થાય છે અને પોતાના જીવન લક્ષ્યને મેળવી શકે છે.
ઉચ્ચારણ થઈ શકે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અનુસાર ગાયત્રી મંત્ર આપણી અંદર ફરીથી જીવનનોસ્ત્રોત ઉત્પન્ન કરનાર છે.
લોકમાન્ય તિલક અનુસાર આત્માની અંદરના પ્રકાશ માટે ગાયત્રી મંત્ર અતિ ઉત્તમ છે. મદન મોહન માલવિયા અનુસાર ઋષિ-મુનિઓએ આપણને જે અમૂલ્ય રત્નો આપ્યા છે એમાંનું એક અનુપમ રત્ન ગાયત્રી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ગાયત્રીના જપ કરવાથી મોટી સિદ્ધિઓ મળી જાય છે. એ મંત્ર નાનો છે પરંતુ એની શક્તિઓ વધારે છે. સ્વામી વિવેકાનંદ અનુસાર ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિ આપનાર મંત્ર છે. સ્વામી દયાનંદ સરસ્વતી અનુસાર ભાગવત સપ્તાહ કરતાં ગાયત્રી પૂરશ્રવરણ અધિક શ્રેષ્ઠ છે. જગદ્ગુરૂ શંકરાચાર્ય અનુસાર ગાયત્રી મહિમાનું વર્ણન કરવું મનુષ્યની શક્તિ બહાર છે.
(12:33 PM IST)










