<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

વૃંદાવન ડેરી ફાર્મની યશકલગીમાં વધુ એક છોગુ : કાલથી રણછોડનગર વિસ્‍તારમાં શાખા શુભારંભ

વૃંદાવન ડેરી ફાર્મની ત્રીજી શાખાના પેડક રોડ પર બાલક હનુમાનજી મંદિર પાસે કાલે શનિવારથી શુભારંભ નિમિતે વૃંદાવન ગ્રુપના મોહિત વસંતભાઇ લીંબાસિયાએ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પશ્રાિવરના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનુ આમંત્રણ આપેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે જગદીશભાઇ ડી. લીંબાસિયા, હરેશભાઇ વી. પંડયા અને અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. ૧૩ : શહેરમાં સુપ્રસિધ્‍ધ વૃંદાવન ડેરી ફાર્મની ત્રીજી બ્રાન્‍ચનો તા. ૧૫ જુન ૨૦૨૪ શનિવારથી રણછોડનગર વિસ્‍તારમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસે એસ.પી.એલ. હાઉસમાં શુભારંભ થઇ રહ્યો છે. કાલે સવારે ૯ વાગ્‍યે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ, રાજકોટના શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના હસ્‍તે ઉદ્‌ઘાટન થશે. ડેરી, મીઠાઇ, નમકીન અને બેકરીની શ્રેણીબધ્‍ધ આઇટમ ઉપલબ્‍ધ થશે.

સ્‍વામિનારાયણ સંપ્રદાયના હરિભક્‍ત અને ડેરી સંચાલક શ્રી વસંતભાઇ લીંબાસિયા (મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫) અને મોહિત લીંબાસિયાએ જણાવેલ કે, અમે અમારી પ્રોડકટની ગુણવત્તામાં કદી બાંધછોડ કરતા નથી એ અમારો મુદ્રાલેખ છે. વૃંદાવન ડેરી ફાર્મ ગુણવત્તામાં અગ્રેસર છે. ભગવાન શ્રીરામ - શ્‍યામ અને ઘનશ્‍યામ મહારાજની આજ્ઞાનુસાર દરેક ખાદ્ય વસ્‍તુ ગાળી-ચાળીને જ બનાવવામાં આવે છે. લોકોના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી દરરોજ તાજેતાજી મીઠાઇઓ બનાવવામાં આવે છે. પેટના પોષણ માટે અમારી દુકાનેથી ખરીદેલી દરેક વસ્‍તુમાંથી અમને જે કંઇ પવિત્ર અને પ્રામાણિક આવક થશે તેનો દશમો ભાગ ઠાકોરજીની સેવામાં, સમાજ સેવામાં, અબોલ જીવની સેવામાં તેમજ પશુ-પંખીની સેવામાં વપરાશે. આવા સુંદર, પવિત્ર વિચાર વ્‍યવહાર સાથે અમો લોકોની સેવામાં તા. ૧૫ શનિવારથી નવું સોપાન લઇને આવી રહ્યા છીએ ત્‍યારે સર્વે નગરજનો આવા પવિત્ર કાર્યને વધાવવા તત્‍પર રહેશે એવી અભિલાષા છે.

વૃંદાવન ગ્રુપના વસંતભાઇ લીંબાસિયા, જગદીશભાઇ લીંબાસિયા, ગોગનભાઇ સિદપરા અને પ્રવીણભાઇ લીંબાસિયાએ ઉદ્‌ઘાટન અવસરમાં ઉપસ્‍થિત રહેવા સગા, સબંધીઓ, સ્‍નેહીઓ, શુભેચ્‍છકોને નેહ નિતરતુ નિમંત્રણ પાઠવેલ છે.

(12:01 PM IST)