News of Friday, 14th June 2024
રાજકોટ જિલ્લામાં પાણી પુરવઠા માટેના ૪૦ કામો ૨.૧૧ કરોડના ખર્ચે કરવામાં આવશે

રાજકોટ,તા. ૧૪: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમિક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા માટે રાજકોટના તમામ તાલુકાઓના વિવિધ ગામોમાં થનાર બોર મશીનરીના તેમજ અન્ય વિવિધ પ્રસ્તાવિત ૨.૧૧ કરોડના ખર્ચે થનાર ૪૦ કામોને સમિતિ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, આસી. કલેક્ટરશ્રી નિશા ચૌધરી તેમજ સમિતિના સદસ્યો અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(3:46 PM IST)










