News of Friday, 14th June 2024
નગર મેં જોગી આયા, છ વર્ષ બાદ પ.પૂ.મહંતસ્વામી મહારાજનું રાજકોટમાં આગમન
પ્રમુખસ્વામી મહારાજના વારસદાર, મહંતસ્વામી મહારાજનો પરિચય કેળવીએ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલા સુશિક્ષિત અને પ્રતિભાવાન ધર્મગુરુ જેને પ્રમુખસ્વામી મહારાજે પોતે પસંદ કર્યા : આજથી ૧૦ જુલાઈ સુધી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજ દરરોજ સાંજે ૬ થી ૮ સૌને દર્શન આશીર્વાદથી લાભાન્વિત કરવાના છે

રાજકોટ, તા. ૧૪ : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો પૂર્વાશ્રમનો પરિવાર મૂળ આણંદનો, પરંતુ રોજગાર અર્થે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયો હતો. તેમનો જન્મ તેમજ બાળપણ ત્યાં જ વિત્યું. અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. આ દરમ્યાન તરુણાવસ્થાથી જ વેકેશનમાં પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાતા. યોગીજી મહારાજના હસ્તે દિક્ષા ગ્રહણ કરી ‘વિનુ ભગત' તરીકે ઓળખાયા. ભાગવતી દિક્ષા બાદ ‘સાધુ કેશવજીવનદાસ' ગુરુઆજ્ઞા અનુસાર મુંબઈમાં કપરી પરિસ્થિતિઓમાં શાષા અભ્યાસ કરતા સંત મંડળનાં મુખ્ય સંત તરીકે જવાબદારી સંભાળતા. યોગીજી મહારાજના ધામગમન બાદ પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં તેઓ સંસ્થાની વિવિધ પ્રવળત્તિઓમાં જોડાયા અને ત્યારબાદ સદગુરુ પદે રહીને વર્ષો સુધી સેવા વિચરણ કરીને સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યું. પ્રમુખસ્વામી મહારાજે પોતાની હયાતી દરમ્યાન હરિભક્તોના પત્રોની જવાબદારી તેમને સોંપી અને સંસ્થાના ગુરુપદે તેમજ પ્રમુખપદે તેઓને નીમ્યા.
છેલ્લા ૮ વર્ષોથી તેઓ સંસ્થાના ગુરુપદે રહીને વિશ્વભરમાં વિચરણ કરીને સત્સંગને પોષિત કરી રહ્યા છે અને બી.એ.પી.એસ. સંસ્થાની ૧૬૨ જેટલી સામાજીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સેવાપ્રવળતિઓનું સફળ સંચાલન કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલા નિયમ ધર્મરૂપી પંચવર્તમાન એટલે કે નિર્માન, નિઃતોહ, નિર્લોભ, નિઃસ્વાદ અને નિષ્કામ વર્તમાનના ઉત્તમ પાલક છે. બાયપાસ, બ્રેન સ્ટ્રોક વગેરેમાંથી તેઓ પસાર થઇ ચુકયા છે. વેરીકોઝ વેઈન્સ વગેરે અનેક હયાત તકલીફો હોવા છતાં ૯૧ વર્ષની ઉંમરે પણ દેશ - પરદેશ ફરીને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ધર્મભાવના જગાવવા અને પ્રેરિત કરવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે. મહંતસ્વામી મહારાજ ભગવાનના ઉત્તમ અને આદર્શ ભક્ત છે. ભગવાન સર્વ કર્તાહર્તા છે, ભગવાન અખંડ અમારી ભેગા છે અને ભગવાન સૌનું ભલું કરો એવી અવિરત વહેતી તેઓની જીવનભાવના ઉત્તમ પરાભક્તિનું દ્યોતક છે. તેઓની સાદગી, સરળતા અને સહજતા આદિક ગુણો સભર સાધુતા સૌને સ્પર્શે છે.
૧. તેઓ દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે જાગી કલાકો સુધી મુદ્રાનો અભ્યાસ, પ્રાણાયામ કરે છે તેમજ સમગ્ર વિશ્વનાં તમામ જીવપ્રાણીમાત્ર માટે મંગલ પ્રાર્થના અને ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની સ્મળતિઓ યાદ કરીને ધ્યાન કરે છે ત્યારબાદ જ દૈનિક ક્રમમાં જોડાય છે.
૨. તેઓ કદાચ એવા પ્રથમ ગુરુ હશે કે જે પોતાના શિષ્યોનું ભાવપૂર્વક દર્શન કરે છે. દરરોજ સવારે નિત્યપૂજા કર્યા બાદ તેઓ ત્યાગીના નિયમમાં રહીને દરેક ઉપસ્થિત પુરુષ હરિભક્તોના તેમજ સંતોના દર્શન લાઈન અનુસાર એક પછી એક એમ કરે છે. ઓછામાં ઓછા લગભગ પાંચથી દસ મિનિટ જેટલા સમય સુધી તેઓ હરિભક્તોના દર્શન કરે છે.
૩. સહજ આヘર્ય થાય એવી વાત એ કે મહંતસ્વામી મહારાજ વર્ષોથી મીઠા વગરનું મોળું જમે છે. સંતો ભક્તોના ભાવાગ્રહથી તેઓ ઠાકોરજીના પ્રસાદમાં આવેલ વાનગી કયારેક એક ચમચી કે ફક્ત ચાખવા પૂરતી અંગીકાર કરે છે.
૪. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ ખુબ સારી ચિત્રકલા દ્વારા અસરકારક રીતે સંદેશ આપે છે. તેઓ એક સારા લેખક પણ છે અને તેઓ અનેક વિદ્વાત્તાસભર લેખો સંસ્થાના મેગેઝીન, સ્વામિનારાયણ પ્રકાશમાં લખી ચૂકયા છે. તેમના લેખોમાં ગહન આધ્યાત્મિકતાનો અનુભવ અને આધ્યાત્મિક સાધનાની ઊંડી સમજ છલકે છે. અત્યંત સ્પષ્ટ અને અસરકારક સંદેશ આપવાની તેમની રીત છે. ધીરગંભીર છતાં મર્મસભર વાણીથી સ્પષ્ટ અને ચોટદાર સંદેશ આપે છે. પ્રસંગોચિત રીતે તેઓ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં ધર્મોપદેશ આપે છે.
૫. તેઓ ગાર્ડનીંગ બાબતે સારી એવી સૂઝ ધરાવે છે અને તેમની સૂઝ અનુસાર પ્રમુખસ્વામી મહારાજે તેમને એક સમયે ગાર્ડન ડીઝાઈનીંગની સેવા આપેલી હતી. ગાંધીનગર અક્ષરધામ, સાંકરી મંદિરના ગાર્ડન્સ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આજે બી.એ.પી.એસ.નાં તમામ મંદિરોમાં અદ્યતન ગાર્ડન અને લેન્ડસ્કેપ જોઈએ છીએ તે પ્રથા ત્યારથી ચાલુ થઇ હોવાનું માલુમ પડે છે.
૬. ૨૦૧૬ માં સંસ્થાના પ્રમુખ અને ગુરુપદે આવ્યા બાદ પ્રમુખસ્વામી મહારાજની રુચિ અનુસાર ધાર્મિક વિધિઓમાં શાષા સંમત પરિવર્તન લાવવાનું કાર્ય તેમણે કર્યું છે. સંપ્રદાયમાં નવી સરળ સંસ્કળતમાં લખાયેલ આરતી, નવી મહાપૂજા વિધિ તૈયાર કરાવી. ત્યાગીઓ તેમજ ગળહસ્થો માટે સમાન નવો દીક્ષા મંત્ર આપ્યો. એક ચલ મૂર્તિની જગ્યાએ સેવા માટે સિદ્ધાંત અનુસાર અક્ષર પુરુષોત્તમ એમ બે મૂર્તિઓનું સ્થાપન દરેક મંદિરોમાં કરાવ્યું. કોવીડ સમય દરમ્યાન સત્સંગ દીક્ષા શાષા (જે હાલ વિશ્વની જુદી જુદી ૧૮ ભાષામાં પ્રકાશિત થયેલ છે) પોતે લખીને આશ્રીતો માટેની સારરૂપ સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા. સત્સંગ દીક્ષામાં અનેક આધ્યાત્મિક આજ્ઞાઓ અને સિદ્ધાંતો સાથે હરિભક્તોને જ્ઞાતિ જોયા વગર એકબીજાની સેવા કરવા સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો.
૭. તેમને અમેરિકાના શિકાગો, કેનેડાના ટોરન્ટો જેવા અનેક શહેરોએ ઙ્કકી ટુ ધ સીટીઙ્ઘ સન્માન આપેલું છે. જે અંતર્ગત તેમને ભારતમાં સ્ટેટ ગેસ્ટને આપવામાં આવે તેનાં જેવા પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ તેમની દરેક મુલાકાત વખતે ત્યાંની સરકાર દ્વારા આપવામાં આવે છે.
૮. તેઓએ ૨૦૧૬ માં ગુરુપદે આવ્યા બાદ કુલ ૩૩૪ નવયુવાનોને સંત દીક્ષા આપી, સત્સંગ અને સમાજ કલ્યાણના કાર્યોમાં જોડયા છે. સનાતન સંસ્કળતિની ધરોહરસમા દેશ અને વિદેશમાં ૫ શિખરબદ્ધ મંદિરો અને ૪૨૬ મંદિરો સમાજને ભેટ આપ્યા છે.
૯. કોઈ દેખાડો કે જાહેરાત વગર મોટા મોટા કાર્યો કરી બતાવવા તે મહંતસ્વામી મહારાજની કાર્યશૈલી રહી છે. અબુધાબીમાં હિન્દુ મંદિર, સ્વયંસેવકો દ્વારા અમેરિકામાં અસંભવ જેવી પરિસ્થિતિમાં અક્ષરધામનું નિર્માણકાર્ય પૂર્ણ કર્યું. તેમના શરૂઆતના દિવસોથી જ લાઈમ લાઈટમાં આવ્યા વગર ફક્ત સેવા તેમજ ગુરૂ આજ્ઞા ઉપર તેમનું તાન રહ્યું. તેઓ પોતાની સિદ્ધિઓને અને સફળતાઓને છુપાવીને સતત કાર્ય કરતા રહ્યાં છે, આ જ તેમની અનોખી કાર્યપદ્ધતિ છે.
મહંતસ્વામી મહારાજના દર્શન દ્વારા સૌને એક અનેરી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. તેમનું મુખ અત્યંત ધીરગંભીર અને સૌમ્ય છે. તેમના દર્શન લોકોને આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે. દર્શન આશીર્વાદ દ્વારા મહંતસ્વામી મહારાજનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવવાનો અવસર રાજકોટવાસીઓને ઘર આંગણે સામેથી ચાલીને આવ્યો છે. તેઓ પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન સવારે તેમજ સાંજે ૬ થી ૮ દરમિયાન નિયત દિવસોમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી સભાગળહમાં દર્શન આપવા પધારનાર છે ત્યારે વીજળીને ચમકારે મોતીડા પરોવી લેવા રાજકોટના ભાવિકો આતુર છે. આવા સર્વજીવહિતાવહ, પરમ પવિત્ર સંતના દર્શન કરવાની તક ઝડપી લેવા સમગ્ર રાજકોટવાસી ભાવિકોને મંદિરનાં સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:57 PM IST)










