<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જી.ટી.યુ. ડીપ્‍લોમાંનાં ડીન તરીકે રાજકોટના ડો. પરેશભાઇ કોટક

રાજકોટ તા. ૧૪: ડો. પરેશભાઇ કોટક આચાર્ય એવીપીટીઆઇ રાજકોટ અને આચાર્ય ડો. એસ. એસ. ગાંધી પોલીટેકનિક સુરતની જી.ટી.યુ. ડીપ્‍લોમાંનાં સતત ત્રીજી ટર્મમાં ડીન તરીકે વરણી થઇ છે.બોર્ડ ઓફ ગર્વમેન્‍ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં મેમ્‍બર તરીકે પણ તેઓ કાર્યરત છે. આ અગાઉ તેઓ ડીન તરીકે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સતત બે ટર્મથી કાર્યરત રહેલ. તેઓએ પી.એચ.ડી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, એમ.ઇ.એમ.એસ. યુનિવર્સિટી બરોડા, બી.ઇ.એલ.ડી. કોલેજ અમદાવાદ ખાતેથી કરેલ છે.

તેમનાં ૩૦ વર્ષનાં નોકરીનાં સમયગાળા દરમ્‍યાન સરકારી વિભાગ એ.વી.પી.ટી.આઇ. તથા પોલીટેકનીકમાં તેઓએ ફરજ બજાવેલ છે આ વરણી બદલ શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણવિદો, જુના વિદ્યાર્થીગણ તથા અગ્રણીઓની ડો. પરેશભાઇ કોટક મોબાઇલ નંબર ૯૮રપ૪ ૬૯૬૧૭, ૮ર૦૦૪ ૦૧૭૪૮ પર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:00 PM IST)