<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ચાર મહિના પહેલા શાપર પાસે છોટહાથીની ઠોકરે ચડી ગયેલા રમેશભાઇ બગડાનું મોત

મુળ જામકંડોરણાના સાજડીયાળી ગામના યુવાન હાલ કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં હતાં: પેટ્રોલ પુરાવવા જતાં અકસ્‍માત નડયો હતો

રાજકોટ તા. ૧૪: મુળ જામકંડોરણાના સાજડીયાળી ગામના વતની અને હાલ કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં રમેશભાઇ સોમાભાઇ બગડા (ઉ.વ.૪૩) ચાર મહિના પહેલા તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે બાઇક હંકારી ગોંડલ રોડ સોૈરાષ્‍ટ્ર હોટેલ પાસે આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા જઇ રહ્યા હતાં ત્‍યારે છોટાહાથી નામના વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રમેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. છુટક કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે શાપર પોલીસને કરી હતી.

(3:42 PM IST)