<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રૂપાલા જિલ્લા પંચાયતની મુલાકાતેઃ નવી બિલ્ડીંગ નિર્માણ, વૃક્ષારોપણ વગેરેની ચર્ચા

રાજકોટઃ લોકસભામાં ચુંટાયા બાદ શ્રી પરસોતમ રૂપાલાએ આજે પ્રથમ વખત જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નીંગ બોડીની બેઠકમાં હાજરી આપેલ. પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાણે, ઉપપ્રમુખ રાજુ ડાંગર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વસ્તાણી વગેરેએ નવા સાંસદનું સ્વાગત  કરેલ. શ્રી રૂપાલાએ પંચાયત કચેરીની નવી ઇમારતના નિર્માણ અંગે માહિતી મેળવેલ. તેમણે 'એક પેડ માં કે નામ' યોજના વિષે ચર્ચા કરી વૃક્ષારોપણનું પ્રમાણ વધારવા પર ભાર મુકયો હતો. ઘન કચરાનો નિકાલ, ગટર, આદર્શ ગામ, મનરેગા, મિશન મંગલમ, ગ્રાન્ટનો ઉપયોગ વગેરે મુદા ચર્ચામાં આવરી લીધા હતા. શ્રી રૂપાલાની મુલાકાત પ્રસંગે ડે.ડી.ડી.ઓ. ઇલાબેન ગોહેલ, ભાજપના અગ્રણીઓ અલ્પાબેન તોગડીયા, રાજેશ ચાવડા, વિનુભાઇ ધડુક, મનીષ ભટ્ટ તેમજ સબંધિત શાખા અધિકારીઓ હાજર રહયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 PM IST)