<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ગેનીબેન ઠાકોર કાલે રાજકોટમાં

પોલીસ કમિશ્નરને કરાશે ઘેરાવ : અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહીત ધારાસભ્યો-નેતાઓ સાથે જોડાશે

રાજકોટ તા. ૧૪ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદે પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે આવતિકાલે ૧૫ જુનના પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત ૧૫૦૦ કાર્યકરો પોલીસ કમિશનર ઓફીસને ઘેરાવનો કાર્યક્રમ આપનાર છે. સાથો સાથ ૨૫મી જૂને રાજકોટ બંધનું એલાનનો કોલ આપ્યો છે. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહીત અનેક નેતાઓ સાથે જોડાશે. ખાસ કરીને મુખ્ય માંગ  (૧)સીટમાં નોનકરપ્ટેડ અને બાહોશ અધિકારીને નિમણૂક કરો (૨) પીડિત પરિવારોને ૧ કરોડની સહાય( ૩)૧ વર્ષમાં આ કેસની ટ્રાઈલ પૂરી થાય તે માટે કેસને ફાસ્ટટ્રેકમા ચલાવવા માંગણી મુકવામાં આવી છે.

(3:46 PM IST)