News of Friday, 14th June 2024
રવિવારે 'બાન વંદે આયુકોન-૨૦૨૪' કોન્ફરન્સ : ૧ હજાર આયુર્વેદના તજજ્ઞો ભાગ લેશે
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદીક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસીન ગુજરાત દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે આયોજન આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન - નવા સંશોધનો અને રિસર્ચની અપાશે માહિતી : રકતદાન કેમ્પ પણ યોજાશે : ડો. સંજીવ જીવરાજાની

રાજકોટ તા. ૧૩ : ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસીન-ગુજરાત સરકારના પ્રમુખ શ્રી ડો. સંજય જીવરાજાની તથા બોર્ડ મેમ્બરો (WWW.GBAU.IN) દ્વારા તા. ૧૬ના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી પ્રમુખસ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે 'બાન વંદે આયુકોન-૨૦૨૪'નું (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય કોન્ફરન્સમાં એક હજારથી વધુ આયુર્વેદના તજજ્ઞો ભાગ લેશે. આ સર્વે સ્નાતકોની HPR હેઠળ નોંધણી કરવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ડિગ્રી સર્ટીફીકેટ અને આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. જે એનસીઆઈએસએમની સમગ્ર ટીમના નેજા હેઠળ થશે.
આ એક દિવસીય કોન્ફરન્સમાં વૈદ્ય. રાકેશ શર્મા (પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ ઇથીકસ એન્ડ રજીસ્ટ્રેશન //NCISM, નવી દિલ્હી), ડો.મુકુલ પટેલ (વાઇસ ચાન્સેલર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી), ડો.જયેશ પરમાર (ડાયરેકટર, આયુષ, ગુજરાત રાજય), ડો.જોબન મોઢા (ડે.ડાયરેકટર, ITRA, ફાર્મસી), ડો.અશોક ચાવડા (રજીસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) અને મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન, બાન લેબ) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ABDM અને HPR રજીસ્ટ્રેશનની માહિતી આપવાનો છે તથા CME તેમજ વર્કશોપ દ્વારા આયુર્વેદ ડોકટર અપડેટ થાય તેવા પ્રયાસ હાથ ધરવાનો છે. ઉપરાંત ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને જીવનદીપ બ્લડ સેન્ટર દ્વારા સેવાકીય પ્રવૃત્ત્િ।ના ભાગરૂપે સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. CME માં તથા વર્કશોપમાં ગુજરાત રાજય તેમજ દેશભરમાંથી આયુર્વેદના વિવિધ વિષયોના નિષ્ણાંત દ્વારા આયુર્વેદ સ્નાતકોને માર્ગદર્શન પુરૃં પાડવામાં આવશે. ઉપરાંત આયુર્વેદમાં થયેલા નવા-નવા સંશોધનો તથા રિસર્ચ માહિતીથી સ્નાતકો પ્રેરિત થાય તેવો હેતુ છે.
'બાન વંદે આયુકોન' કોન્ફરન્સની સફળતા માટે ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.સંજયભાઇ જીવરાજાની તેમજ બોર્ડ સભ્યો ડો.કિરીટકુમાર પટેલ, ડો.હસમુખ પટેલ, ડો.ગીરીશકુમાર પટેલ, ડો.ડાયાલાલ જોષી, ડો.ગીરીશકુમાર કટેરીયા, ડો.જીજ્ઞેશકુમાર પટેલ, ડો.ધ્રુતીબેન ભટ્ટ, ડો.કરિશ્મા નારવાણી, ડો.પ્રજ્ઞા મહેતા, ડો. આશિષ ત્રિવેદી તેમજ રજીસ્ટ્રાર હરપાલસિંહ પરમાર તથા ઓફિસ કર્મચારીઓ અને પ્રોજેકટ ઇન્ચાર્જ ડો.વિશાલ ભીમજીયાણી અને ડો.પ્રશાંત ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સાથે રાજકોટની તમામ આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ-ટીચર્સ પણ ખાસ જોડાયેલા છે. જેમાં ગાર્ડી આયુર્વેદ કોલેજના ડો.ગીરીરાજસિંહ ગોહિલ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટના ડો.લીનાબેન શુકલ, ગ્લોબલ આયુર્વેદ કોલેજના ડો. શ્રેયાંસ ભાલોડીયા, રૈયા આયુર્વેદ કોલેજના ડો. પ્રાનેગ્રી, આર.કે.યુનિવર્સિટીના ડો.મનોજ પાંડે તથા ડો.દિપ્તી નાયર અને મુરલીધર આયુર્વેદ કોલેજના ડો.પ્રાજકતા તોમર જોડાયેલા છે.
આ ઉપરાંત રાજકોટના તબીબમાં ડો.એમ.એલ. મંડીર, ડો.યતીન વૈદ્ય, ડો. સંજય વખારીયા, ડો. રમેશ શાપરા, ડો. મૃણાલ આશર, ડો.કલ્પેશ ઉકાણી, ડો.જયેશ રાજયગુરૂ, ડો. ભગવાનજી ફળદુ, ડો.દેવેષ જોશી, ડો.વિનોદ રાણપરીયા, ડો. એમ.કે. કાદરી, ડો.ઉત્પલ જીવરાજાની, ડો. એમ.વી. વેકરીયા, ડો.લોમશ અઢીયા, ડો.રાજેશ સોલંકી, ડો.સંદીપ પાલા, ડો.સમીર ખુંટ, ડો.દિપક પારેખ, ડો.કિર્તી જોષી, ડો.ચિરાગ ગાંધી, ડો.આનંદ કોટેચા, ડો.આનંદ ચૌહાણ, ડો.કેયુર ઉકાણી, ડો.હિરેન વાઘેલા, ડો.રવિ કનેરીયા, ડો.દર્શન ઉનડકટ, ડો.રોહિત જોગી, ડો.કુલદીપ રાડીયા, ડો.સંદીપ સોલંકી, ડો.મનોજ સિસોદીયા, ડો.જગદીશ મંગે, ડો.સંજય વણઝારા, ડો.અલ્કેશ અગ્રવાલ, ડો.અલ્પેશ માકાસણા, ડો.ધવલ ગૌસ્વામી, ડો.પુલકીત બક્ષી, ડો.કેતન ભીમાણી, ડો.ભાનુ મેતા, ડો.જય માંકડીયા, ડો.મનિષ વિડની, ડો.ઉમેશ પંડ્યા, ડો.પ્રણવ ઉનડકટ, ડો.ભરત ઢોલરીયા, ડો.અમિત ડોબરીયા, ડો.કેતના દેસાઈ, ડો.અમી જીવરાજાની, ડો.સોનલ અઢીયા, ડો.સોનિયા દેવમુરારી, ડો.જયોતિ મીરાણી, ડો.મોનિકા વસાણી, ડો.સોના પટેલ, ડો.પ્રતિભા દેસાઈ, ડો.ભાવના અનડા, ડો. સ્મિતા ખોલીયા, ડો.ઉન્નતિ ચાવડા, ડો.ગ્રીષ્મા પટેલ તેમજ સૌરાષ્ટ્રના તબીબમાં ડો.યોગેશ વસાણી, ડો.કલ્પેશ રૂપારેલીયા, ડો. નિતેશ સુથાર, ડો.રામ ગઢવી, ડો.કલ્પેશ ચૌહાણ, ડો.દિપક ઘીણેજા, ડો. મનિષ રૂપારેલીયા, ડો.નરેન્દ્ર રાઠોડ, ડો.પી.આર.અગ્રાવત, ડો.નિખીલેશ જાની, ડો.પી.એસ.સાપવડીયા, ડો.સુમન પુજારા, ડો.રામદેવ મોઢવાડીયા, ડો.રવિ ઠેસીયા, ડો.રઘુવીર જોષી, ડો. પરેશ સોલંકી, ડો.ધર્મેન્દ્ર મજેઠીયા, ડો.ધર્મેન્દ્ર ઠક્કર, ડો.હિમાંશુ પરીખ, ડો. ભરત શિંગાડા, ડો.દિલીપ પંડયા, ડો.રોહિત પંડિત, ડો.ભરત અગાથ, ડો.ભાવિન સાવલીયા, ડો.જીગ્નેશ કોશીયા, ડો.આઇ.કે. દવે, ડો.લલીત પાલખાણીયા, ડો.ધવલ ઠાકર, ડો.વિપુલ વ્યાસ, ડો.મેહુલસિંહ ઝાલા, ડો.જીતેશ દઢાણીયા અને ડો.ભરત હાથી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ડો. સંજય જીવરાજાની (ચેરમેન) ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) (મો. ૯૮૯૮૦ ૪૫૫૪૨)એ જણાવ્યું છે.
(4:10 PM IST)










