News of Friday, 14th June 2024
નીટની પરીક્ષાની તપાસ CBI દ્વારા કરાવો : NSUI દ્વારા ચક્કાજામ

રાજકોટ : નીટની પરીક્ષા પ્રશ્ને આજે NSUI દ્વારા કિશાનપરા ચોક ખાતે સુત્રોચાર અને ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારની જેમ વર્તમાન ભારત સરકાર પણ યુવા વિરોધી વલણ અપનાવી રહી છે. જેમને યુવાનોના ભવિષ્યની કોઈપણ પ્રકારની ચિંતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અલગ અલગ ૪૧ પરીક્ષાના પેપર લીક થયેલ છે. જેને કારણે ૧.૪ કરોડ વિદ્યાર્થીઓને સીધી અસર થઈ છે. તાજેતરમાં માં NTA દ્વારા લેવામાં આવતી NEET UG ની પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવેલ છે. NTA દ્વારા ૪ જૂને લોકસભા ચૂંટણીના રિઝલ્ટ ના દિવસે જ રાખવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓનો વિરોધ દબાવી શકાય અને વધુ હંગામો ન થાય. વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી બે માંગ છે આ પરીક્ષા રદ કરી, નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમજ CBI દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ કરી દોષિત તમામને વધુમાં વધુ સજા આપવામાં આવે. આજે NSUI દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીના વડપણ હેઠળ રસ્તા રોકો અને સુત્રોચાર કરતા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:12 PM IST)










