<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મંત્રી પદ અંગે પાર્ટીનો નિર્ણય શિરોમાન્‍યઃ રૂપાલા

રાજકોટ : ભાજપના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ આજે અહીં મીડિયાના પ્રતિનિધીઓ સાથેની વાતચીતમાં કેન્‍દ્રીય મંત્રી પદ ન મળવા અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે મંત્રી પદ આપવાના કે ન આપવાના કારણો હોતા નથી. અત્‍યાર સુધી મારા માટે પાર્ટી એ જ નિર્ણયો કર્યા છે. હવે પાર્ટી અને પ્રધાન મંત્રીએ જે નિર્ણય કર્યો તેનું સ્‍વાગત છે.

(4:39 PM IST)