<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રાજકોટના કોઠારીયા રોડ પર નીલકંઠ ટોકીઝ સામે આનંદ નગર કોલોનીના હાઉસિંગ બોર્ડના જર્જીત મકાનોના નળ જોડાણ અને વીજ કનેક્શન કટ્ટ કરતા લતાવાસીઓમાં વિફર્યા: બાળકો, મહિલાઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર: તંત્ર સામે વિરોધ પ્રદર્શિત : જુઓ વિડિઓ

રાજકોટ: શહેરમાં મનપા અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગયા સપ્તાહે દૂધસાગર રોડ પર આવેલા આકાશદીપ સોસાયટીના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરો સીલ કરવામાં આવ્યા હતા તેનો પડઘો હજુ શાંત થયો નથી ત્યાં બન્ને તંત્રો દ્વારા કોઠારીયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીના હાઉસિંગ બોર્ડના 100 જેટલા ક્વાર્ટરોના ચોમાસામાં જ  એકાએક વીજ જોડાણ અને નળ કનેક્શન કટ કરતા રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. આજે બપોરેઆ વિસ્તારવાસીઓ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે રજૂઆત કરવા દોડી આવ્યા હતા પરંતુ કોઈ પદાધિકારીઓ હાજર ન હોય અને આ કાર્યવાહી રાત્રે ચાલુ રહેતા આ લખાય છે ત્યારે આ વિસ્તારના બાળકો, મહિલાઓ તથા પુરુષ સહીતના હજારો લોકો રસ્તા પર આવી તંત્રની કાર્યવાહી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વધુ વિગત મેળવાય રહી છે.

(10:46 PM IST)