<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

રતનપરની નવી સોસાયટી વિસ્‍તારમાં અમુક આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસદાયક કૃત્‍યો : નશો કરતા હોવાની વિસ્‍તૃત રજૂઆતો

રતનપર ગ્રામ પંચાયતના સરપંચ ગામના યુવાનો -ગ્રામજનોનું કલેકટરને આવેદન અમુક ફિમેલ વિદ્યાર્થી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે : મકાન માલિકોએ મકાન ભાડે આપવા અંગે પોલીસને જાણ કરી નથી

રાજકોટ, તા. ૧પ :  રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને અન્‍ય યુવા આગેવાનો-ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી ગામ રતનપરમાં નવી સોસાયટી વિસ્‍તારમાં ઘણા સમયેથી અમુક આફ્રિન વિદ્યાર્થી ભાડે મકાન રાખી અહી વસવાટ કરે છે. તેમના દ્વારા લાભદાયક કૃત્‍યો કરવામાં આવે છે તે અંગે રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે આ વિદ્યાર્થી ટુંકા કપડા પહેલી શેરીઓમાં આવે છે. બહારથી નશાના પદાર્થો લાવી અહીં સેવન કરે છે. રતનપર વાસીઓ સાથે નશા ધ્રુત હાલતમાં ઝઘડો કરે છે. કોઇપણ પ્રકારના સરકારી અગ્રીમેન્‍ટ વગર ભાડે મકાનમાં રહે છે તથા સરકારના મોડેલ ટેનન્‍સી એકટ-ર૦ર૧ મુજબ જયારે કોઇ વ્‍યકિત વિદેશી લોકોને મકાન ભાડે આપી છે ત્‍યારે નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવામની હોય છે જે એક પણ મકાન માલિકે કરી નથી. આફ્રિકન ફિમેલ વિદ્યાર્થી અહીં રહેણાંક વિસ્‍તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરે છે જે શરમજનક બાબત છે અને રતનપરમાં રહેતા તમામ સમાજ પર ખરાબ અસર પડે છે.

આથી વિનંતી છે કે વહેલી તકે ઉપરોકત દર્શાવેલ વાંધો અંતર્ગત આફ્રિકન વિદ્યાર્થી ઉપર કાયદાકીય પગલાથી અગ્રીમેન્‍ટ વગર વસવાટ કરતા તમામ લોકોને રહેવાની પરવાનગી ન આપી તેમને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે તથા અન્‍ય લોકો જે નશા કરે છે તેમને પકડી તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા ઘણા વિદ્યાર્થી પાસે બાઇક પણ છે જે કાયદેસર કે નહીં તપાસ કરવા વિનંતી છે.

(3:22 PM IST)