તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ' : સાજન ટ્રસ્ટે જુનાગઢને ઘેલુ કર્યુ

રાજકોટ : ગુજરાત રાજય નાટય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા જુનાગઢ ખાતે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ' ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કથા બીજ, સ્ક્રીપ્ટ અને સંચાલન જાણીતા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ સંભાળેલ. કાર્યક્રમમાં ભકત કવિ નરસિંહ મહેતાના ભજનો સંદીપ પ્રજાપતિ, અનિલ પટેલ, ઉર્વશી પંડયાએ રજુ કરેલ. સાજીંદાઓની ટીમે કર્ણપ્રિય સંગીત રેલાવી નરસિંહ મહેતા પ્રેમીઓને ડોલાવી દીધા હતા. આ તકે ચાંપરડાવાળા પૂ. મુકતાનંદ બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપેલ. કાર્યક્રમમાં જુનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચેતન ત્રિવેદી, પલ્લવીબેન ઠાકર, કવિ મિલિન્દ ગઢવી, ધવલભાઇ વસાવડા, હેમંતભાઇ નાણાવટી, ઉર્વીશભાઇ વસાવડા, ખમીરભાઇ મજમુદાર, રાજુભાઇ ભટ્ટ, જય કિશનભાઇ દેવાણી, અમિષાબેન માકડ, વિપુલભાઇ ત્રિવેદી સહીતના આગેવાનો તથા અગ્રણી સંગીતકારો અને ગાયકો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘોષક તરીકે ધારા બુધ્ધદેવે કાર્યક્રમનું સંકલન કરેલ. આ કાર્યક્રમને જુનાગઢ, રાજકોટ અને અન્ય શહેરના સંગીતપ્રેમીઓએ મોડે સુધી માણ્યો હતો. જેમાં રાજકોટથી નયન ભટ્ટ, મૃણાલીની ભટ્ટ (નાટયકાર દંપતિ) પરિવાર, દાંડીયા કિંગ અને હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવીએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિપુલ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ સાજન ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતન ટાંક (મો.૯૪૨૮૨ ૦૧૫૯૦)એ કરી હતી
(2:57 PM IST)










