<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

મનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા બેંકો મારફતે રૂ.. ૨ લાખ સુધીની લોન

એન.યુ.એલ.એમ બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્‍યાજની સબસીડી

રાજકોટ,તા. ૧૫: મહાનગરપાલિકા પ્રોજેક્‍ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્‍છુક લોકોને જાણ કરવામાં આવે છેકે,ᅠદીન દયાળ અંત્‍યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્‍વ-રોજગાર બેંકેબલ યોજનાᅠ(SEP-I)ᅠઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨ લાખની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે.ᅠતથા આ યોજનાના લાભાર્થીને ૭્રુᅠથી વધુ વ્‍યાજ ઉપર વ્‍યાજ સબસીડી મળવા પાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે.

ભારત સરકાર પુરસ્‍કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭%થી ઉપરના વ્‍યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષ થી ૭ વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્‍યાન ડો.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:10 PM IST)