તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
મનપાના કોમ્યુનિટી હોલ પણ ફાયર સેફટી સાધનો વિહોણાઃ સીલ કરવા તંત્ર હિંમત કરશે?: વિવિધ જ્ઞાતિઓમાં ચર્ચા
પોતાને ગોળ અને પ્રજાને ખોળની બેધારી નીતિ

રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર સેફટી એનઓસી તથા બાંધકામ પરવાનગી મુદે ધડાધડ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે ત્યારે મનપાની જાહેરાત પ્રમાણે તંત્રની ૬૪૦ પૈકીની ૧૩૬ માં જ ફાયર સેફટીની વ્યવસ્થા છે ત્યારે અનેક એકમોને તાળા મારી દેવામાં આવ્યા છે.
મનપા હસ્તકના શહેરમાં ૧૦ થી વધુ કોમ્યુનિટી હોલમાં પણ ફાયર સેફટીને નજર અંદાજ કરવામાં આવી છે ત્યારે જ્ઞાતિઓની વાડીમાં સીલ મારવાની કાર્યવાહીથી વિવિધ સમાજ-જ્ઞાતિઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. વિવિધ જ્ઞાતીઓમાં થતી ચર્ચા મુજબ મનપા પોતાના એકમોમાં ફાયરની વ્યવસ્થા કરતી નથી. તેમના હસ્તકના કોમ્યુનીટી હોલમાં પ્રસંગો ધમધમી રહ્યા છે, જયારે અમારા સમાજના લોકો ઘરમાં પ્રસંગ હોય તો પણ રઝળી પડયા છે ત્યારે આવી બેધારી નીતિથી ખુબ જ કચવાટ ઉભો થયો છે.
(3:44 PM IST)










