તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ફાયર એન.ઓ.સી. ફરજીયાત : શાળા-કોલેજોની જેમ વાડીઓને શરતી મંજુરી આપવાની તૈયારી
વિવિધ સમાજના આગેવાનોની રજુઆતને આશાસ્પદ પ્રતિભાવ બિલ્ડીંગ યુઝ પરમીશન બાબતે ચકાસણી બાદ નિર્ણયઃ કમિશ્નરની હૈયાધારણા

રાજકોટઃ શહેરમાં લગ્નગાળાની સીઝન શરૂ થવાની છે અને પ્રસંગો શરૂ થયા છે ત્યારે ફાયર એનઓસીની કામગીરી માટે જ્ઞાતિની વાડીઓ, હોલ, પાર્ટી પ્લોટને પણ સીલ કરાતા આજે વિવિધ સમાજ દ્વારા આ અંગે યોગ્ય કરવા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. મિનિસ્ટર કમિશનર દેવાંગ દેસાઈ રજૂઆત બાદ જણાવ્યું હતું કે ફાયર એનઓસી ફરજિયાત છે શાળા કોલેજોની જેમ વાડીઓને શરતી મંજૂરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે તેમજ બિલ્ડીંગ યુઝ પરમિશન બાબતે ચકાસણી બાદ નિર્ણય કરવામાં આવશે તેવી વિવિધ સમાજના અગ્રણીઓને કમિશનરે ધારણા આપી હતી.
(4:08 PM IST)










