તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Saturday, 15th June 2024
રણછોડનગરમાં કારખાનેદાર મૌલીકભાઇનો ચીઠ્ઠી લખી ગળાફાંસો ખાઇ આપઘાત
ત્રણબહેનના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં આક્રંદ : અમુક લોકોને આપેલા પૈસા પાછા ન આપતા પગલુ ભર્યાનો ઉલ્લેખઃ બીડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ તા.૧૫: રણછોડનગરમાં રહેતા કારખાતેદારે સ્યુસાઇટ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બી- ડીવીઝન પોલીસે તપાસ હાથધરી છે. મળતી વિગત મુજબ રણછોડનગર શેરી નં. ૧૬/ માં રહેતા મૌલીકભાઇ યોગેશભાઇ બાબીયા (ઉ.વ.૩૩ા એ રાત્રે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા સાફસફાઇ કરવા માટે રૂમમાં આવતા પુત્રને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું: બનાવની જાણ કરતા બીડીવીઝન પોલીસે તાકીદે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મૌલીકભાઇ ત્રણ બહેનોના એકના એક નાના ભાઇ હતા. તે અટીકામાં લેઝર કટીંગ ની ફેકટરી ધરાવતા હતા. તેના છ મહિના પહેલા લગ્ન થયા હતા તેની પાસે થી મળેલી સ્યુસાઇટ નોટમાં અમુક લોકોને પૈસા આપેલા એ પૈસા પાછા ન આપતા હોવાથી તેણે આ પગલુ ભર્યાનું જાણવા મળતા પોલીસ તપાસ હાથધરી છે
(4:18 PM IST)










