<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

જ્ઞાતિની વાડીઓ સીલ કરતા પારાવાર પરેશાનીઃ વ્‍યવહારુ ઉકેલની રજુઆત

ગેમઝોનની ઘટના દુઃખદઃ નરેન્‍દ્રભાઇ સોલંકીની આગેવાની ગુર્જર ક્ષત્રિય કડિયા અને અન્‍ય સમાજના અગ્રણીઓ દ્વારા મ્‍યુ.કમિશનરને સામુહિક રજુઆત કોર્પોરેશનમાં વિવિધ સમુદાય ઉમટયાઃ ફાયર એન.ઓ.સી.નો નિર્ણય માન્‍ય પણ બાંધકામના મુદે બાંધછોડ કરવા આવેદન

રાજકોટ તા.૧૫: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં આવેલ વિવિધ જ્ઞાતી સંસ્‍થાઓની વાડી હોલમાં ફાયર એનઓસીની કામગીરી માટે સીલ કરવામાં આવતા દરેક સમાજના લોકોને સારા માઠા પ્રસંગોએ પારાવાર મુશ્‍કેલીઓ થતી રહી છે. ત્‍યારે આજે બપોરે મ્‍યુનિ. કોર્પોરેશનના સહિત તમામ કચેરી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ નરેન્‍દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં અન્‍ય સમાજના અગ્રણીઓ સહિતના ઉમટયા હતા. અને મ્‍યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ અને મેયર નયનાબેન પેઢડીયાને લેખિત પત્ર પાઠવી યોગ્‍ય કરવા રજુઆત કરી હતી. વ્‍યવહારૂ ઉકેલ માટે આ અંગે મ્‍યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ અને મેયર નયનાબેનએ યોગ્‍ય કરવા ખાત્રી આપી હતી.

આ અંગે પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્‍યું હતું કે, તાજેતરમાં રાજકોટ શહેરના ટી.આર.પી. ગેમઝોનમાં આગનો બનાવ બનવામાં આવેલ હતો. જેમાં ૨૭ જેવા લોકોનું દુઃખદ અવસાન થયેલ હતુ. જે બાબતે અમો સૌ ખુબ જ હદયપૂર્વક ની દુઃખની લાગણી વ્‍યકત કરીએ છીએ. જે ખુબજ ગંભીર દુરધટના હતી. જેની ગુજરાત સરકાર મુખ્‍યમંત્રીે તેમજ મુખ્‍યમંત્રી ગળહ મંત્રી વિગેરે પદાધીકારીઓએ તુરંતજ આ વિષયની ગંભીરતાને ધ્‍યાનેલઇ અને સ્‍થળ તપાસ પણ કરવામાં આવેલ હતી. અને તાત્‍કાલીકના ધોરણે આ બાબતની તપાસ કમીટી એટલે કે સીટની રચના કરવામાં આવેલ. જેનો પ્રથમ રીપોર્ટ ૨૪ કલાકમાં જ આપવામાં આવેલ જેના અનુસંધાને સરકારની દ્વારા તાત્‍કાલીકના ધોરણે કડક પગલાઓ લેવામાં આવેલ છે. અને હાલમાં પણ તપાસ ચાલુ છે.

ત્‍યારે રાજકોટ શહેર માં આવેલ તમામ જ્ઞાતિ સમાજની વાડીઓ, મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્‍યા છે. જેના લીલ ખોલવા માટે સંબંધીત અધીકારીઓ દ્વારા જે તે સંસ્‍થાઓ, સમાજની વાડીઓ, માલીકો વિગેરે પાસેથી દિવસ ૭ માં ફાયર એન.ઓ.સી. તેમજ ઘટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામુ કોર્પોરેશન તેમજ નીયુકત કરેલા અધીકારીઓ તરફથી લેવામાં આવે છે. જેમાં ફાયર એન.ઓ.સી. માટે બી.યુ. પરમીશન પણ માંગવામાં આવે છે. રાજકોટ શહેરમાં વસતા તમામ જ્ઞાતિના લોકોએ ઘણા વર્ષો પહેલા પોતાના સમાજના લોકો માટે ઉપયોગમાં આવે તે હેતુથી એકદમ ઓછા દરથી વાડી મળે તે હેતુથી વાડીઓનું નિર્માણ કરવામાં આવે છે. સમાજના ગરીબ અને મઘ્‍યમ વર્ગના લોકોને પોતાના સુખ તથા દુઃખના પ્રસંગોએ સરના રહેણાંક મકાન કરતાં થોડી મોટી જગ્‍યા મળી રહે તે હેતુથી આવી વાડીઓ અસ્‍તીત્‍વમાં આવેલ છે. લગ્ન / સગાઇ મળત્‍યુ જેવા પ્રસંગોએ બેસણા /ઉતર ક્રિયા વિગેરે માટે વાડીઓનો ઉપયોગ જેતે સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. આ સામાજીક હેતુ લક્ષ્યમાં લઇને કોર્પોરેશન દ્વારા પણ કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવે છે. ફાયર એન.ઓ.સી. મેળવવા માટેના આપના પ્રયત્‍નોમાં અમો બધા પણ સહભાગી થવા માંગીએ છીએ આ બનાવ પહેલા ફાયર એન.ઓ.સી. માટેના નિયમો મુજબ ગ્રાઉન્‍ડ ફલોર તથા ફસ્‍ટ ફલોર માટે ફાયર એન.ઓ.સી.ની આવશ્‍યકતા રહેતી નહોતી. પરંતુ હવે તે મેળવવાનું રહેતુ હોય અમો તે મેળવવા માટે તૈયાર છીએ. પરંતુ ફાયર એન. ઓ.સી. મેળવવામાટે જે તે બિલ્‍ડીંગનું બી.યુ. પ્રમાણ પત્ર આપવાનું રહે છે. મોટાભાગની સમાજની વાડીઓ પાસે જે ઉપલબ્‍ધ નથી. કારણ કે આ વાડીઓના બાંધકામ ઘણા વર્ષો પહેલા ટી.પી. સ્‍કીમ અમલમાં આવ્‍યા પહેલા થયેલા છે. માટે બી.યુ. પ્રમાણ પત્ર નો આગ્રહ ઉચીત જણાતો નથી. જે વાડીઓ પાસે બી.યુ. પ્રમાણ પત્ર છે તેઓ અ પણ તેઓના બિલ્‍ડીંગમાં નાના મોટો ફેરફાર કરેલો હોય છે.

 આ બધી વાડીઓ ટી.પી. સ્‍કીમ અમલમાં આવ્‍યા પહેલા ઘણા વર્ષોથી અસ્‍તિત્‍વ ધરાવે છે. છતાં પણ તેમાં કયારેય કોઇ અણ બનાવ બનેલ નથી. પરંતુ ટી.આર.પી. ગેમઝોનના બનાવને લક્ષ્યમાં લઇ અમારી સામેની કડક કાર્યવાહીની પુનઃ વિચારણા કરવા વિનંતી છે. અમો તમામ સમાજના આગેવાનો આથી આપને વિનંતી કરીએ છીએ કે તમામ સમાજના લોકો વાડીઓ બંધ થવાના મુદે કોઇ ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે તે માટે અમારી ઉપરોકત રજુઆત સાહાનુભુતી પૂર્વક વિચારણા કરીને દરેક સમાજને સંતોષ થાય તેવો કાયદાની મર્યાદામાં રહીને ફાયર એન.ઓ.સી.ના માપદંડ પૂર્ણ કરી શકાય તેવા આદેશ કરવા  માંગ કરવામાં આવી હતી.

(4:11 PM IST)