તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
જ્ઞાતી-સમાજની વાડી સીલ કરતા અનેક પ્રસંગો રઝળ્યા અને રઝળશે

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ચેકીંગ અને સિલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ જ્ઞાતિ અને સમાજની વાડીઓ સીલ કરાતા અનેક પરિવારોના લગ્નપ્રસંગો રઝળ્યા છે અને હજુ અનેક પ્રસંગો બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમીશનના નિયમોમાં છુટછાટ આપવા સહીતના મુદ્દે આજે બપોરે ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં અને અન્ય સમાજના અગ્રણીઓ સાથે મ્યુનિ. કમિશ્નર દેસાઇ અને મેયર નયનાબેન પેઢડીયાને પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ મુદ્દે કમિશ્નરે યોગ્ય કરવા ખાતરી આપી હતી.
(9:18 AM IST)










