તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
ધોરણ ૧૦ની છાત્રાનો પીછો કરી...'આઈ લવ યુ, તું હોટ લાગે છે' કહી છ માસથી પજવણી: બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વિવેકને પકડ્યો

રાજકોટ: શહેરમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની બાળા સ્કુલ કે બજારમાં જવા નિકળે ત્યારે તેનો પીછો કરી છેલ્લા છ માસથી છેડતી કરી પજવણી કરનાર વિવેક જીજ્ઞેશભાઈ કાપડી (ઉ.વ.૨૧, રહે, મોરબી રોડ)ની સામે બી.ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. આ બનાવમાં બી.ડીવીઝન પોલીસે આ અંગે છાત્રાના પિતાની ફરીયાદ પરથી વિવેક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, છાત્રા ધો.૧૦માં અભ્યાસ કરે છે. તે એક બહેન અને ભાઈમાં મોટી છે. ત્રણેક દિવસ પહેલા ગઈ તા.૧૨નાં છાત્રાએ તેના પરિવારને વાત કરી હતી કે, આરોપી વિવેક છેલ્લા છ માસથી હું સ્કુલે જાવ ત્યારે પાછળ પાછળ આવે છે, મને રસ્તામાં રોકી 'આઈ લવ યુ', બહુ તુ બહુ હોટ લાગે છે, મારે તારી સાથે લગ્ન કરવા છ' કહી હેરાન કરે છે. એટલું જ નહીં બજારમાં નિકળુ ત્યારે પણ પીછો કરી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. ચારેક માસ પહેલા કામ સબબ ઘરેથી બજારમાં નિકળતા આરોપી વિવેક પીછો કરી ‘તું મારી સાથે મોબાઈલમાં સ્નેપ ચેટમાં વાતો કરજે, નહી કરીશ તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. જેના કારણે વાત કરી ન હતી. ગઈકાલે સવારે પણ ઘરની બહાર નિકળતા આરોપીએ સામુ જોઈ ખરાબ ઈશારા કરતા ઘરમાં આવી ગઈ હતી. આ વાત સાંભળી પરિવારજનો ચોંકઈ ઉઠયા હતાં. બાદમાં ફરીયાદ નોંધાવતા બી.ડીવીઝન પોલીસનાં પી.એસ.આઈ. કલોતરાએ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
(9:49 AM IST)










