<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

‘અકિલા'નો અહેવાલ સચોટ પુરવાર થયોઃ રાજકોટ સહિત દેશના અનેક ભાગમાં ચંદ્રદર્શનનો અભાવ સર્જાયો

આજે ઇદુલ અદહાની ઉજવણી થઇ છે. એ પૂર્વે ગત તા. પ-૬-ર૦ર૪ ના આ અંગેનો પૂર્વે અહેવાલ ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્‍ધ કરાયો હતો જે અક્ષરસ વધુ એકવાર સચોટ પુરવાર થયો છે. અને ઇસ્‍લામી માસ જિલહજજનો ચંદ્રદર્શન ગત તા. ૭-૬-ર૪ ના સાંજે સુક્ષ્મ રીતે થતા રાજકોટ સહિત દેશના અનેક ભાગમાં ચંદ્રદર્શનનો અભાવ સર્જાયો હતો. જો કે મુંબઇ સહિત અનેક વિસ્‍તારોમાં તો ‘ગવાહી' લેવી પડી હતી જે અહેવાલની પ્રતિકૃતિ અહીં રજૂ છે.

(10:55 AM IST)