<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગઇકાલે રવિવારના લીધે ઇદુલ અદહાનો બેવડાયેલો ઉત્‍સાહઃ ત્રણ દિ'ની ઉજવણી

વર્તમાન હવામાનના લીધે સર્વત્ર વ્‍હેલી સવારે જ ઇદની વિશેષ નમાઝ પઢી લેવાઇઃ કયાંક બે તબકકે નમાઝ પઢાઇ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં પરંપરાગત રીતે ઉજવાતી ઇદ : ગઇકાલે જાહેરજાના લીધે આરામ બાદ આજે ઇદ ઉજવાઇ તો બીજી તરફ સૌરાષ્‍ટ્રભરમાં વરસાદના વિધ્‍ન વિના સર્વત્ર સવારના ઇદની નમાઝ સંપન્‍ન થઇ જતા હર્ષ ફેલાયો

ઇદ મુબારક : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મુસ્‍લિમ સમાજ દ્વારા આજે ઇદુલ અઝહાની ઉજવણી પ્રસંગે સર્વત્ર નમાઝ પઢવામાં આવી હતી. આ પૈકી  ઇદગાહ ખાતે સવારના પ્‍હોરમાં હજારો મુસ્‍લિમ બિરાદારોએ ઉમટી પડી ઇદની વિશેષ નમાજ પડી હતી. ઇદગાહ ઉપર નમાઝ પઢવાનું વિશેષ મહત્‍વ રહેલું હોય શહેરના દૂર દૂરના ત્‍થા આસપાસના ગ્રામ્‍યજનો પણ આવી પહોંચેલા ઇદગાહ ચારે તરફથી નમાઝી લોકોથી ઘેરાઇ ગઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) (પ-૧૧)

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઇદુલ-અદહાનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવ્‍યો હતો. ખાસ કરીને ગઇકાલે રવિવાર હોઇ સૌએ જાહેર રજામાં આરામ કર્યા બાદ આજે  સવારે નિરાંતની પળોમાં - હળવા મૂડમાં ઇદની નમાઝ સંપન્‍ન કરતા રવિવારના લીધે આજે મુસ્‍લિમ સમાજમાં ઇદની ઉજવણીનો ઉત્‍સાહ બેવડાઇ જવા પામ્‍યો હતો. બીજી તરફ ધર્મનિતિ અનુસાર આ ઉજવણી ત્રણ દિ' ની હોઇ બુધવાર સાંજ સુધી આ ઇદની ઉજવણીનો ધમધમાટ રહેશે.

મુસ્‍લિમ સમાજ દ્વારા ‘ઇદુલ અદહા' દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ૧૧ માં મહિના જીલ હજજ માસની ૧૦ મી તારીખે   ઉજવવામાં  આવે છે.

બીજી તરફ આ ઇસ્‍લામી માસ હજજનો મહીનો છે. જેમાં સાઉદી અરેબીયાના પવિત્ર સ્‍થળ મકકા શરીફ ખાતે ૯મી જીલ હજજનો દિવસ શનિવારે હજજ યાત્રા સંપન્ન થઇ છે.

 આ મહિનામાં ધાર્મિક લોકો મકકા -મંદીના ખાતે હજજ યાત્રાએ જાય છે અને આજ મહીનાની ૧૦ મી તારીખે મુસ્‍લિમ સમાજ ઇદુલ અદહા ઉજવે છે.

ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના પૂર્વ જ અને ધર્મપિતા પૈગમ્‍બર હઝરત  ઇબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્‍બર હઝરત ઇસ્‍માઇલ સાહેબની સ્‍મૃતિમાં આ ઇદુલ અદહા ઉજવવામાં આવે છે.

બીજી તરફ  વરસાદી માહોલ અને ધુપછાંવનો માહોલ રહેલ હોય વરસાદની સંભાવના વચ્‍ચે સુકુ હવામાન રહેતા વિના વિધ્‍ને વહેલી સવારે તમામ મસ્‍જીદો અને ઇદગાહોમાં ઇદની વિશેષ નમાઝ સંપન્‍ન થઇ જતા રાજકોટ સહિત સર્વત્ર મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ છવાઇ ગયો છે.

આ તહેવારના દિવસે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદગાહો અને જુદી જુદી મસ્‍જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ એક-બીજાને ગળે લગાડી ઇદની મુબારક બાદી પાઠવવામાં આવી છે. ઇદ-ઉલ-અઝહાના તહેવાર નિમિતે પોતાના મરહુમ સ્‍વજનોની માટે દુઆ કરવા મુસ્‍લિમ બિરાદરો કબ્રસ્‍તાનમાં જઇ સ્‍વજનોની કબરને ફુલ ચડાવી ફાતીહા પઢયા હતાં. ઇદના પર્વે ગરીબ, અનાથ, વિધવાઓને રોકડ, અન્‍ય વસ્‍તુઓનું દાન તેમના ઇદીના હકદાર નાના બાળકોને ઇદીરૂપે રોકડ આપી પુણ્‍યનું ભાથું બાંધ્‍યુ હતું.

મુસ્‍લિમ સમાજના પરિવારો શહેર-જિલ્લામાં આવેલા હરવા-ફરવાના સ્‍થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

ઝીલહજજ માસના પહેલા ચાંદથી નવ ચાંદ સુધીમાં ઘણાં મુસ્‍લિમ બિરાદરોએ નીફલ રોઝા પણ રાખ્‍યા હતાં.

આજે સવારે શહેર ઇદગાહ (ઢેબર રોડ) ઉપર હાફિઝ મો. હુસૈન મિસ્‍બાહી ત્‍થા સદર ઇદગાહે હાફિઝ હાજી અકરમખાન પઠાણ, બાદલ શાહપીર દરગાહની ઇદગાહે મોલાના અનવરમીંયા અશરફી ત્‍થા રૈયા ઇદગાહે નાગાણી મસ્‍જીદના મૌલાના હસીબુર રહેમાન અઝહરીએ ઇદની વિશેષ નમાઝ પઢાવી હતી. જયાં અનેક મુસ્‍લિમ બિરાદરો ઉમટી પડયા હતાં.

રાજકોટની વિવિધ મસ્‍જીદોમાં (૧) ઘાંચી મસ્‍જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્‍લીમુદ્દીન અઝહરી (ર) સદર જામ્‍એ મસ્‍જીદમાં અઝહરૂદીન મીંયાબાપુ  (૩) ગેબનશાહ દરગાહમાં   મૌલાના અબ્‍બાસઅલી   રઝવી   (૪) નવાબ મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના હાશિમ રઝા (પ) કરીમપુરા (હાથીખાના)માં મૌલાના  (૬) ફારૂકી મસ્‍જીદ (દુધની ડેરી)માં મૌલાના મો. જફર અઝહરી (૭) મદીના મસ્‍જીદ (લક્ષ્મીનગર)માં હાફિઝ મોહસીનબાપુ (૮) મસ્‍જીદે ગોષીયા (રઝાનગર)માં મૌલાના ઉસ્‍માનગની અઝહરી  (૯) માઉન્‍ટેડ મસ્‍જીદ (પોપટપરા)માં મૌલાના ફતીઉ રહેમાન (૧૦) નુરાની મસ્‍જીદ (રઝાનગર) માં મૌલાના હાજી સાબિર હુસૈન અઝહરી  (૧૧)  નગીના મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના  બિલાલ અહેમદએ ઇદની નમાઝ પઢાવી હતી.

જયારે (૧ર) ઝૂલેખાં નૂર મસ્‍જીદ (બાબરીયા કોલોની) માં મૌલાના મો. જાવેદ અખ્‍તર અઝહરી (૧૩) ઉસ્‍માની મસ્‍જીદ (બજરંગવાડી) માં મૌલાના મો.જાબિર બરકાતી  (૧૪) મસ્‍જીદે રઝા (નહેરૂનગર) માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા કાદરી (૧પ) હુસેની મસ્‍જીદ (ભગવતીપરા) માં મૌલાના મો. નૈયર મુતુર્ઝા નૂરી (૧૬) મતવા મસ્‍જીદ (સરધાર નાકા) માં હાફિઝ તાલીબુદદીન કદીરી  (૧૭) નૂરે મુહંમદી મસ્‍જીદ (ઘાંચીવાડ) માં મૌલાના ઝફીરૂદદીન રઝવીની નેતાગીરીમાં મુસ્‍લિમ ભાઇઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ-કા'બા મસ્‍જીદ (હાથીખાના) માં મૌલાના મુખ્‍તાર અહેમદ રઝવી (૧૯) યતીમખાના (કરણપરા) માં મૌલાના અસગર અલીબાપુ સૈયદ (ર૦) નૂરી મસ્‍જીદ (જામટાવર) માં મૌલાના  સદામહુસૈન (ર૧),  સિદીકી મસ્‍જીદમાં મૌલાના અલી અકબર અઝહરી (રર) ફાતેમા મસ્‍જીદ (ભગવતીપરા)માં મૌલાના  તાલિબહુસૈન બંગાલી  (ર૩) મસ્‍જીદે આયેશા (હાઇવે) માં મૌલાના બસીર  નિઝામી (ર૪) શહેર જુમ્‍આ મસ્‍જીદમાં મૌલાના  (રપ) મસ્‍જીદે હવ્‍વા  (નહેરૂનગર) માં મૌલાના દિલ મુહંમદ (ર૬) મસ્‍જીદે ગુલઝારે મુસ્‍તુફા (ગંજીવાડ) માં મૌલાના સૈયદ હાજી મુહંમદમીયા મટારી (ર૭) હૈદરી મસ્‍જીદ (ખોડીયાર પરા) માં મૌલાના સૈયદ નઝીર મિંયા (ર૮) સંજરી મસ્‍જીદ (પોલીસ હેડ કવાર્ટસ) માં મૌલાના બશીરૂદદીન (ર૯) ગુલઝારે મદીના મસ્‍જીદ (ભીસ્‍તીવાડ)માં મૌલાના મો. યુસુફ (૩૦) ફાતેમા મસ્‍જીદ (ગોપાલનગર) માં મૌલાના સૈયદ અ.ઝર્રારમીંયા મટારી  (૩૧) મસ્‍જીદે નસીમ (અંકૂર સોસાયટી) માં મૌલાના સૈયદ વઝીરઅલીબાપુ (૩ર) મસ્‍જીદે મુસ્‍તુફા (રૂખડીયાપરા)માં મૌલાના સુલેમાન બંગાલી (૩૩) મસ્‍જીદે રહેમાન (મોચીનગર) માં હાફીઝ સુફિયાન (૩૪) મસ્‍જીદે તસ્‍લીમ (ઘંટેશ્વર) માં મૌલાના અરબાઝઆલમ (૩પ) મસ્‍જીદે હસનૈન (ચામડીયાપરા)માં મૌલાના બશીરૂલ હકક નઇમી (૩૬) મસ્‍જીદે શેરબાનું (હાઇવે) માં  મૌલાના અ. રઝઝાક રઝવી   (૩૭) મસ્‍જીદે મહેબુબ (પોપટપરા)માં સૈયદ હાજી સિકંદરબાપુ રઝવી (૩૮) અને રેલનગરની ફાતેમા મસ્‍જીદમાં હાફિઝ સજજાદ હુસૈન રઝવીએ ઇદની નમાઝ પઢાવી હતી.

 ગોંડલ હાઇવે ઉપર આવેલ કોઠારીયા  વિસ્‍તારમાં મસ્‍જીદે નૂરી (નૂરાનીપરા) માં ત્‍યાંના મૌલાના   અને મસ્‍જીદે અહેમદ (રસૂલપરા)માં મૌલાના હાજી મો. દાનિશ આલમ તથા મોહંમદી બાગની મસ્‍જીદે મખ્‍દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્‍જીદે માહિન (કોઠારીયા ગામ) માં મૌલાના સૈયદ અ. ગફફુરબાપુ મટારી અને વેરાવળ (શાપર) માં આવેલ મસ્‍જીદે ગૌષે આ'ઝમમાં મૌલાના  દ્વારા ઇદની નમાઝ પઢવામાં આવી હતી.

ઇદના પવિત્ર દિવસે (ગંજીવાડા) માં ફાતેહ સૌરાષ્‍ટ્ર હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ઇસાલે, સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્‍નેને અંજલી અર્પીત  કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્‍દુમે સૌરાષ્‍ટ્ર હઝરત તુર્કીબાવા (અલેહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્‍તાનોમાં શ્રાધ્‍ધતર્પણ માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

આ ઉપરાંત રાજકોટ જીલ્લા જેલમાં મૌલાના સાહેબએ કેદી ભાઇઓને ઇદની નમાઝ પઢાવી હતી.

રાજકોટ શહેરમાં સવારે ૬.૩૦ થી ૮-૩૦ વાગ્‍યા સુધીમાં તમામ સ્‍થળએ ઇદની નમાઝ સંપન્‍ન થઇ હતી અને નૂરાની મસ્‍જીદ, અલકા'બા મસ્‍જીદ, હૈદરી મસ્‍જીદ, ઝૂલેખાં નૂર મસ્‍જીદમાં ઇદની નમાઝ બે તબકકે પઢવામાં આવી હતી.

(10:55 AM IST)