હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
હાર્ટએટેકથી ભીમનગરના ૩૧ વર્ષના રાજેશભાઇ વાઘેલાનું મૃત્યુ
વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૭: હૃદય બેસી જવાથી મૃત્યુની વધુ એક ઘટના બની છે. નાના મવા રોડ ભીમનગર-૫માં રહેતાં રાજેશભાઇ જેન્તીભાઇ વાઘેલા (ઉ.વ.૩૧) નામના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ભીમનગરમાં રહેતાં રાજેશભાઇ વાઘેલાને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનોને જાણ કરતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર રાજેશભાઇ એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્તંભ હતાં. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. આ ત્રણેય સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(12:01 PM IST)










