<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગુજરાતમાં રાજકોટ માર્કેટ યાર્ડ ત્રીજા ક્રમાંકે

ગુજરાત નિયંત્રીત બજાર સંઘ દ્વારા આવકની દ્રષ્‍ટિએ પ્રથમ ૧૦ બજાર સમીતીના ચેરમેનનું સન્‍માન કરાશેઃ યુવા ચેરમેન જયેશ બોઘરાની મહેનત ફળી રાજકોટ યાર્ડની ૩૬૯૧.૩૬ લાખની આવક સાથે સૌરાષ્‍ટ્રમાં પ્રથમ સ્‍થાને : ગોંડલ યાર્ડ ગુજરાતમાં ચોથા સ્‍થાને

રાજકોટ, તા., ૧૭:  ગુજરાત નિયંત્રીત  બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ ર૦ર૩-ર૦ર૪ દરમિયાન ગુજરાત રાજયની આવકની દ્રષ્‍ટિએ પ્રથમ હરોળની ૧૦ બજાર સમીતીઓની વિગતો જાહેર કરાઇ છે. જેમાં રાજકોટ યાર્ડ ગુજરાતમાં ત્રીજો ક્રમાંક અને સૌરાષ્‍ટ્રમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે.  યુવા ચેરમેન જયેશભાઇ બોઘરાએ યાર્ડના ચેરમેનનો ચાર્જ સંભાળ્‍યા બાદ યાર્ડની આવક વધારવા ઉપર જ લક્ષ કેન્‍દ્રીત કર્યુ હતું અને યાર્ડની આવક વધારવામાં તેઓની મહેનત રંગ લાવી છે.

ગુજરાત નિયંત્રીત બજાર સંઘ અમદાવાદની તા.૧૮-૬-ર૦ર૪ની વાર્ષિક પ્રતિનિધિ સભામાં આવકની દ્રષ્‍ટિએ પ્રથમ હરોળની ૧૦ બજાર સમીતીઓના ચેરમેન તથા સેક્રેટરીઓનું સન્‍માન કરવામાં આવનાર છે.

બજાર વર્ષ ર૦ર૩/૨૪ દરમ્‍યાન ગુજરાત રાજયની આવકની દ્રષ્‍ટિએ પ્રથમ હરોળની ૧૦ બજાર સમીતીઓમાં (૧) સુરત યાર્ડની આવક ૪૩પપ.૬૯લાખ ચેરમેન  સંદીપભાઇ જે.દેસાઇ (ર) ઉંઝા યાર્ડ ૪૩૩૪.૬પ લાખ ચેરમેન દિનેશભાઇ એ.પટેલ (૩) રાજકોટ યાર્ડ ૩૬૯૧.૩૬ લાખ ચેરમેન  જયેશભાઇ જી.બોઘરા (૪) ગોંડલ યાર્ડ ૩ર૩૯.૬૬ લાખ ચેરમેન અલ્‍પેશભાઇ જી.ઢોલરીયા (પ) અમદાવાદ યાર્ડ ર૩૩૮.૩૬ લાખ   વહીવટદાર શ્રી ઇન. સેક્રેટરી (૬) ડીસા યાર્ડ ૧૪૮૦.ર૬ લાખ ચેરમેન ગોવાભાઇ એચ.રબારી (૭) થરાદ યાર્ડ ૧૪પ૦.૮૪ લાખ ચેરમેન શૈલેષભાઇ પી. પટેલ (૮) વડોદરા યાર્ડ ૧૩પ૧.૧ર લાખ ચેરમેન શૈલેષભાઇ જી.પટેલ (૯) મહુવા (ભાવનગર) યાર્ડ  ૧૧૧૩.૧૪ લાખ ચેરમેન ઘનશ્‍યામભાઇ આર.પટેલ તથા (૧૦) હળવદ યાર્ડ ૧૦૧૭.૯૭ લાખ ચેરમેન રજનીભાઇ એસ.સંઘાણીનું સન્‍માન કરવામાં આવનાર છે.

(2:00 PM IST)