<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્‍લાસ્‍ટીકસ મેન્‍યુફેકચરર્સ એસો.ના નવા હોદેદારોની વરણી : પ્રમુખપદે જે. કે. પટેલ

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્‍ટ્ર કચ્‍છના ૧૫૫૦ થી વધુ સભ્‍યોની પ્રતિનિધિત્‍વ કરતા સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટીકસ મેન્‍યુ. એસોસીએશનની ૩૬ મી વાર્ષિક સામાન્‍ય સભા તાજેતરમાં રાજકોટ ખાતે યોજવામાં આવી હતી.જેમાં નવા સુકાનીઓની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે જે. કે. પટેલ, ઉપપ્રમુખ તરીકે જુનાગઢના વી. ડી. પટેલ અને ધોરાજીના વિનેશભાઇ માથુકીયા, સેક્રેટરી તરીકે ભાવનગરના પરેશભાઇ હાંસલીયાની વરણી કરવામાં આવી હતી. જયારે જોઇન્‍ટ સેક્રેટરી તરીકે શાપરના બાબુભાઇ ડાંગર અને ટ્રેઝરર તરીકે ગોંડલના રીધીશભાઇ પટોડીયાની વરણી કરવામાં આવી હતી.આ તકે સેવા નિવૃત થયેલ પુર્વ પ્રમુખ પરાગભાઇ સંઘવીને ભાવપૂર્ણ શાલ ઓઢાડી બહુમાન કરાયુ હતુ. જયારે નવા પ્રમુખને  પણ શાલ ઓઢાડી સ્‍વાગત કરાયુ હતુ. પ્રારંભે સ્‍વાગત પ્રવચનમાં પરાગભાઇએ સૌ કોઇને આવકારી નવી ટર્મમાં કરવાની થતી પ્રવૃત્તિઓ અંગે સૌને માહીતગાર કર્યા હતા. આ તકે પ્‍લાસ્‍ટીક ઉદ્યોગને સ્‍પર્શતા પ્રશ્‍નો ચર્ચા પર લઇ સંગઠનના વિકાસ માટે મંતવ્‍યો લેવાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરૂણભાઇ રોકડે અને અંતમાં આભારવિધિ વિનેશભાઇ માથુકિયાએ કરી હતી.

(3:14 PM IST)