<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં અધિકારીઓ, કર્મચારીઓ માટે મેડિકલ કેમ્‍પ યોજાયો

રાજકોટઃ પોલીસ કર્મચારીઓ સતત ભાગદોડવાળી ફરજને કારણે પોતાના સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખી શકતાં ન હોઇ તેમના સ્‍વાસ્‍થ્‍યની જાળવણી માટે કુવાડવા રોડ પોલીસ સ્‍ટશન ખાતે ગીરીરાજ હોસ્‍પિટલના એમડી ગોૈરવ ઠક્કર અને તેમની ટીમના ડોક્‍ટરોના સહયોગથી મેડિકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી જે. બી. ગઢવીની સુચના અંતર્ગત આ કેમ્‍પ યોજાયો હતો. જેમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓની તબિબોએ શારીરિક ચકાસણી કરી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી. પીઆઇ વી.આર. રાઠોડ, પીએસઆઇ વસાવા, અરવિંદભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્‍ટાફ અને નર્સિંગ  સ્‍ટાફ જોઇ શકાય છે.

(3:17 PM IST)