<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

વૈષ્‍ણવ સંપ્રદાય અને સનાતન ધર્મીઓની લાગણી દુભાવતી ફિલ્‍મ ‘મહારાજ'ની રીલીઝ અટકાવવા પોલીસ કમિશનરને આવેદન

રાજકોટ વૈષ્‍ણવ સમાજના આગેવાનોએ ઉમટી પડી રજૂઆત કરીઃ કાલે કલેક્‍ટરને રજૂઆત થશે

રાજકોટ તા. ૧૭:  ‘મહારાજ' ફિલ્‍મ સામે વૈષ્‍ણવ સંપ્રદાયએ ઉગ્ર વિરોધ નોંધાવી ફિલ્‍મની રીલઝિ સામે સ્‍ટે મેળવ્‍યો છે. આ ફિલ્‍મમાં ભગવાન શ્રીકળષ્‍ણની છબીને ખોટી રીતે ચીતરવાનો આરોપ મુકાયો છે. દેશભરમાં થઇ રહેલા વિરોધ વચ્‍ચે મુંબઇ, અમદાવાદમાં ફરિયાદ પણ નોંધાવાઇ છે. દરમિયાન રાજે રાજકોટ વૈષ્‍ણવ સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી મહારાજ ફિલ્‍મ ઓટીટી પર રિલીઝ ન થાય તે માટે યોગ્‍ય કરવા રજૂઆત કરવામાં આવી છે.

વૈષ્‍ણવ સમાજના આગેવાન અરવિંદભાઇ પાટડીયાએ જણાવ્‍યું હતુંૅ કે આ ફિલ્‍મમાંઅમુક હિન પ્રકારના દ્રશ્‍યો અને સંવાદોને કારણે દેશ અને દુનિયાના કરોડો સનાતન ધર્મીઓ અને વૈષ્‍ણવ સમાજના લોકોની લાગણી દુભાઇ છે. પુષ્‍ટી માર્ગને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. દેશભરમાં આ ફિલ્‍મની રિલીઝ અટકાવવા માટે રજૂઆતો, ફરિયાદો થઇ રહી છે. તે અંતર્ગત આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને રાજકોટના વૈષ્‍ણવોએ આવેદન પત્ર પાઠવ્‍યું છે.

ઉલ્લેખનિય છે કે ઓટીટી પ્‍લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્‍મનો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા હાલ આ ફિલ્‍મની રિલીઝ પર વચગાળાનો સ્‍ટે પણ મુકી દેવાયો છે.  રાજ્‍યભરમાં મહારાજ ફિલ્‍મનો વૈષ્‍ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. મુંબઇ, અમદાવાદ, જુનાગઢ બાદ હવે રાજકોટમાં વિરોધ કરાયો છે અને પોલીસ કમિશનરે રજૂઆત કરવામાં આવી છે. ઓટીટી પર રિલીઝ થનારી આ ફિલ્‍મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્‍ટે મુકી દેવાયો છે. ફિલ્‍મના પોસ્‍ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે.  ફિલ્‍મમાં ભગવાન શ્રીકળષ્‍ણની છબીને ખોટી રીતે ચીતરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

મહારાજ ફિલ્‍મમાં એક ઘટનાને આધાર બનાવી સનાતન ધર્મને લાંછન લગાવવાનો પ્રયાસ થયાનો આક્રોશ વૈષ્‍ણવોએ વ્‍યક્‍ત કર્યો છે. વૈષ્‍ણવ આગેવાનોના જણાવ્‍યા મુજબ દરેક વખતે આ પ્રમાણે ફિલ્‍મના માધ્‍યમથી સનાતન ધર્મ પર અને હિંદુ દેવી દેવતાની છબીને લાંછન લગાડવાનો પ્રયત્‍ન કરવામાં આવે છે. દરેક વખતે આવા પ્રયાસો દ્વારા સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવામાં આવે છે.

મહારાજ ફિલ્‍મ સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આમીર ખાન, જુનેદ ખાન, યશરાજ ફિલ્‍મ્‍સ અને નેટફિલક્‍સ સામે સવાલ પણ વૈષ્‍ણવ સમાજ સવાલ કરી રહ્યો છે. હંમેશા હિંદુ સંતો, હિંદુ ધાર્મિક રીતરિવાજોને જ નિશાન બનાવવામાં આવે છે. જે કયારેય સાંખી લેવામાં નહીં આવે. રાજકોટમાં રેલી સ્‍વરૂપે આગેવાનો, કાર્યકરોએ પહોંચી આવેદન પાઠવી આ ફિલ્‍મની રીલીઝને અટકાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અરવિંદભાઇ પાટડીયા, મોહનભાઇ વાડોલીયા, માધવભાઇ ફીચડીયા, જેન્‍તીભાઇ નગદીયા, રીનાબેન માંડલીયા, કાીંતભાઇ ભૂત સહિતના લોકો રજૂઆતમાં સામેલ થયા હતાં

(3:29 PM IST)