News of Monday, 17th June 2024
દૂધ સાગર રોડ પર હાજીભાઇ હાલાને છરી બતાવી ડરાવી નાક પર ઢીકો માર્યો
એક વર્ષ પહેલા સંબંધીનું મકાન વેંચાવ્યું તેનો ખાર રાખી રહીમ જામનગરી, તન્ઝીમ, મજીદ સહિતે માથાકુટ કર્યાની થોરાળા પોલીે સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૭: દૂધ સાગર રોડ પર સિદ્દીકી મસ્જીદ નજીક ભગવતી સોસાયટી-૨માં રહેતાં વેપારી હાજીભાઇ મુસાભાઇ હાલા (ઉ.વ.૫૦)ને રવિારે સાંજે સિદ્દીકી મસ્જીદ પાસે રોડ પર હતાં ત્યારે ચાર શખ્સોએ ગાળો દઇ છરી કાઢી ડરાવી તેમજ નાક પર ધૂંબો મારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.
થોરાળા પોલીસે હાજીભાઇની ફરિયાદ પરથી તન્ઝીમ, મજીદ, રહીમ જામનગરી અને એક અજણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હાજીભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તેમના સંબંધીનું મકાન એક વર્ષ પહેલા તેણે વેચાવ્યું હોઇ તે બાબત સામેવાળાને ગમી ન હોઇ જેનો ખાર રાખી પોતે ઘર નજીક હતાં ત્યારે ચારેયએ આવી ગાળો દઇ છરી કાઢી ડરાવી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ નાક પર ઢીકો મારી ઇજા કરી હતી. હેડકોન્સ. વી. બી. ધાણજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(3:38 PM IST)










