<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

આબોહવા વિષેની વૈશ્વિક પરીષદમાં ભાગ લેવા મેયર નયનાબેન બ્રાઝિલમાં

રાજકોટ, તા. ૧૭ : વિશ્વભરમાં દક્ષિણ એશિયાના શહેરો ઝડપથી વિકસી રહ્યા છે ત્‍યારે આપણો વિકાસ constant, inclusive અને SDG (Sustainable Development Goals)ને સમર્થન આપે તે સુનિヘતિ કરવાની આપણી સામૂહિક જવાબદારી છે. રાજકોટ શહેરમાં હાલમાં અનેક પ્રોજેક્‍ટમાંથી જોઈ શકાય છે તે પ્રમાણે સાતત્‍યપૂર્ણ પહેલ કરવામાં રાષ્‍ટ્રીય નેતળત્‍વનું પ્રદર્શન કરતું રહ્યું છે. Sustainable Urban Developmentને પ્રોત્‍સાહન આપવા રાજકોટે ઈકલી દક્ષિણ એશિયા (ICLEI South Asia) સાથે ભાગીદારી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પાર્ટનરો; જેમકે ઈકલી (ICLEI South Asia) અને SDC(Swiss Agency for Development and Cooperation) ની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્‍સર્જન ઘટાડવા માટેના વિવિધ પગલાઓ લઈ રહેલ છે. ઈકલી દક્ષિણ એશિયા (ICLEI South Asia) દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં એક રિસોર્સ પર્સન પણ ફાળવવામાં આવેલ છે. 

રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી  દક્ષિણ એશિયા (ICLEI South Asia) દ્વારા શહેરોની ગંભીર સમસ્‍યાઓ જેમ કે, ઉર્જા બચત, વાહનવ્‍યવહાર, હાઉસિંગ,ઘન કચરા વ્‍યવસ્‍થાપન, પીવાનું શુધ્‍ધ પાણી તથા ગંદા પાણીના નિકાલ વગેરે માટે એમ્‍બીશીયસ કલાઇમેટ પ્રોજેક્‍ટ્‍સ પર કામ કરવામાં આવી રહેલ છે. CapaCITIES પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્‍લાઈમેટ રેસિલિયન્‍સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે.આ પ્રોજેક્‍ટ અંતર્ગત રાજકોટ શહેર માટેક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ સિટી એક્‍શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે.

CapaCITIES પ્રોજેકટ અંતર્ગત સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કો-ઓપરેશન(SDC)દ્વારા ક્‍લાઈમેટ રેસિલિયન્‍સની દિશામાં કામ કરવા માટે ઘણા શહેરોને જરૂરી માર્ગદર્શન મળી રહેલ છે.જેમાં ગુજરાત રાજ્‍યના ૩ શહેર (અમદાવાદ, રાજકોટ તથા વડોદરા), તમિલનાડુ રાજ્‍યના ૩ શહેર,ᅠરાજસ્‍થાન રાજ્‍યના ઉદયપુર શહેર તથા પ?મિ બંગાળ રાજ્‍યમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર વર્ષ ર૦૧૬ થી CapaCITIES  પ્રોજેકટનો એક અગત્‍યનો હિસ્‍સો બની રહેલ છે અને રાજકોટમાં કરવામાં આવેલ કલાઇમેટ રેસિલિયન્‍ટ પ્રોજેકટસની નોંધ લઇને, તાજેતરમાં જ વર્ષ ર૦ર૪-ર૭ની ટીર્મ માટે રીજીયોનલ અને ગ્‍લોબલ એકઝીકયુટીવ મેમ્‍બર તરીકે ICLEI-Local Goverments for Sustainability  દ્વારા ચૂંટણીના અંતે/ ચૂંટણી પ્રક્રિાય બાદ રાજકોટના મેયરની પસંદગી કરાવમાં આવે છે. અને એકિઝકયુટીવ કમિટીના સભ્‍ય તરીકે તા. ૧૭ મી જુન-ર૦ર૪ થી ર૪ મી જુન-ર૦ર૪ દરમ્‍યાન બ્રાઝીલના સાઓ પાઉલો ખાતે ICLEI  World Congress for Sustainibility દ્વારા આયોજિત ‘‘ઇકલી વર્લ્‍ડ કોંગ્રેસ'' (ICLEI  World Congress ) ભાગ લેવા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાને આમંત્રણ મળેલ છે.

કમિટીના ખાસ

સલાહકારોની યાદી

૧. સમૂન અદામ, ડાયરેક્‍ટર જનરલ, માલદીવ્‍સ

૨. દેવાન કમલ અહમદ, પ્રમુખ મ્‍યુનિસિપલ એસો.ઓફ બાંગ્‍લાદેશ

૩. મિસ હેમાંથી ગુનાસેકરા, સી.ઈ.ઓ., ફેડરેશન ઓફ શ્રીલંકા લોકલ ગર્વમેન્‍ટ, શ્રીલંકા

ઉક્‍ત એક્‍ઝીકયુટીવ કમિટીના સભ્‍યો પૈકી ભારત દેશનું પ્રતિનિધિત્‍વ કરી રહેલ સભ્‍યશ્રીઓ શ્રીમતી નયનાબેન પેઢડીયા, મેયર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, તથા એડવોકેટ એમ.અનિલકુમાર, મેયર, કોચી મ્‍યુનિસિપલ કોર્પોરેશન  ઈકલી વર્લ્‍ડકોંગ્રેસ(ICLEI World Congress)માં ભાગ લેવા માટે પહોંચેલ.

ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેર, સમુદાયો, અર્થતંત્રો પર થતી અસરની ચર્ચા કરવા,તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સામનો કરવા સજ્જ થવા માટે શહેરોને તૈયાર કરવા અંગેગહનચર્ચા કરવા માટે બ્રાઝિલ દેશના સાઓ પાઉલો શહેરમાં ICLEI World Congress નું આયોજન તા.૧૭ જૂનથી તા.૨૪ જૂન૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે.

(4:12 PM IST)