<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ખુલ્લા બોરવેલમાં બાળકો પડી ન જાય તેના માટે અપનાવો એક સરળ ટેકનિક

રાજકોટઃ અવાર-નવાર આપણે સમાચાર  સાંભળીએ છીએ કે બોરવેલમાં બાળક પડી ગયું. મોટે ભાગે ખેડૂતો બોરવેલ કરીને તેમાં ઉતારવામાં આવેલા કેસિંગ પાઇપને જમીનના લેવલ સુધી રાખીને કટ કરી નાખે છે. પછી તેના ઉપર પથ્‍થર મૂકી દે છે.આ રીતે માત્ર પથ્‍થરથી ઢાંકેલા ખુલ્લા બોરવેલમાં બાળક રમતા રમતા પથ્‍થર હટાવીને પડી જાય છે.

બાળકને બચાવવા માટે રેસ્‍ક્‍યુ ટીમ સખત પ્રયત્‍નો કરે છે.ઘણી વખત બાળક બચી જાય છે અને ઘણી વખત અથાગ પ્રયત્‍નને અંતે પણ બાળક બચી શકતું નથી. ત્‍યારે બાળકના પરિવાર ઉપર આભ તૂટી પડે છે. રેસ્‍ક્‍યુને કારણે ઘણી વખત ખેડૂતનો બોરવેલ પણ નકામો બની જતો હોય છે.આવી ઘટનાઓ ન બને એટલા એક સરસ ટેકનીક અજમાવી શકાય.

આ સાદી ટેકનિક અપનાવેલી છે. આ બોરવેલને માત્ર પથ્‍થરથી ઢાંકીને ખુલ્લો છોડી દેવાને બદલે બોરવેલમાં ઉતારવામાં આવેલા કેસિંગ પાઇપને જમીનના લેવલથી લગભગ બે ફૂટ  બહાર રાખવાનો. કેસિંગ પાઇપ સિમેન્‍ટનો હોવાથી તેના મોઢા ઉપર લોખંડનુ ઢાંકણું નટ બોલ્‍ટથી ટાઈટ ફીટ કરી દેવાનું.ત્‍યારબાદ કેસિંગ પાઇપ તથા બોરવેલની સલામતી માટે કેસિંગના પાઇપની ફરતે સિમેન્‍ટ અને ઈંટની મદદથી પાકો ઓટો પણ બનાવી શકાય. પાકો ઓટો કરી લેવાથી જયારે બોરવેલમાં સબમર્સીબલ ઉતારવી હોય કે કાઢવી હોય ત્‍યારે કેસિંગ પાઇપને નુકસાન થશે નહિ.પાઈપ બોરવેલમાં ફિક્‍સ રહેશે.

પીવીસીનો કેસિંગ પાઇપ વાપરેલો હોયતો પીવીસીના કેસિંગ પાઈપને  જમીન લેવલથી થોડો વધારે બહાર રાખી એના ઉપર કેપ સરખી રીતે ટાઈટ ફીટ કરી દેવી.પછી કેસિંગ પાઈપની આસપાસ.પાકો ઓટો બનાવી લેવો. જયારે બોરવેલનો ઉપયોગ કરવાનો હોય ત્‍યારે કેપ પાસેથી કેસીંગ પાઇપ કટ કરી લેવાનો.આમ આ નજીવા ખર્ચ અને સાવચેતીથી બોરવેલની પોતાની સેફટી પણ વધી જશે.

પાકો ઓટો બેસવામાં પણ કામ આવશે. આ સાદી ટેકનીક થી બોરવેલ પેક થઈ જવાથી બાળકોની બોરવેલમાં પડી જવાની ઘટના બનશે નહી.આ સાદી ટેકનીકથી રેસ્‍ક્‍યુ ટીમનો સમય અને ખર્ચ બચી જશે. બાળકોની મહામૂલી જિંદગી અને બોરવેલ પણ બચી જશે.

સંકલનઃ અશ્વિન ભુવા (મો.૮૩૨૦૫ ૫૬૦૧૨)

(3:56 PM IST)