<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સર્વેશ્વર ચોકના વોંકળાની ડિઝાઇનમાં ફેરફારઃ હવે શીવમ કોમ્‍પલે્‌ક્ષને અડશે નહી

રેસકોર્સ સ્‍વિમીંગ પુલની નવી બેચ જુલાઇથી ૩ મહિના બંધઃ સ્‍નાનાગારમાં ૧.૦૭ કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વધશે

રાજકોટ તા. ૧૭ :.. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકના વોંકળાની ડીઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. હવે આ વોંકળાની નવી ડીઝાઇનમાં સર્વેશ્વર ચોકમાં સેન્‍ટરથી યાજ્ઞિક રોડ ક્રોસ કરી સામેની બાજુ બનાવામાં આવશે. પહેલા આ વોંકળો શીવમ કોમ્‍પલેક્ષને ટચથી સામેથી તરફ બોકસ બનાવામાં આવનાર હતુ પરંતુ વિસ્‍તારમાં વિરોધ ઉઠવા પામ્‍યો હતો. એટલે મનપા તંત્ર દ્વારા ડીઝાઇનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

હવે સર્વેશ્વર ચોકના સેન્‍ટરમાં ડીઝાઇન લઇ યાજ્ઞિક  રોડ ક્રોસ કરાવશે. આ કામ માટે રૂા. ૪.૯૧ કરોડનો ખર્ચે થશે. કાલે મળનાર સ્‍ટેન્‍ડીમાં આ દરખાસ્‍તનો નિર્ણય થશે.

રેસકોર્સ સ્‍નાનાગારમાં વિવિધ સુવિધા મળશે

મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ ઝોન હેઠળના રેસકોર્ષ સંકુલમાં સ્‍વિમિંગ પુલ પાસે રૂા. ૧.૦૭ કરોડના ખર્ચે ચિલ્‍ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બનાવવાનું તથા સ્‍વિમિંગ પુલની ટાઇલ્‍સ બદલવામાં આવશે.આ કામ ૧૬૮૨ ચો.મી.માં થશે.

રેસકોર્ષ સ્‍નાનાગારમાં નવી બેંચ જુલાઇથી બંધ  નવી મેમ્‍બરશીપ ઓછામાં ઓછા ૩ મહિનાની  ૧ બેંચ માટે નહિ ખુલ્લે.

(4:03 PM IST)