હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપા પેડક રોડ અને કાલાવડ રોડ પર બોક્સ ક્રિકેટ બનાવશે : ભાવમાં વિસંગતતા
પેડક રોડ પર એલ વન એજન્સીએ ચાર ટકા વધુ ભાવ આપ્યા જ્યારે કાલાવડ પર એ જ કંપનીએ એસ્ટીમેન્ટના ભાવથી જ ટેન્ડર ભર્યુ

રાજકોટઃ કોર્પોરેશન દ્વારા બજેટમાં નક્કી થયેલ મુજબ ચાર પૈકી બે જગ્યા એટલે કે સામાકાંઠે પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ પાસે તથા પશ્ચિમ રાજકોટના કાલાવ રોડ પર આત્મિય યુનિવર્સિટીની પાછળ ગોખકામેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ રમત-ગમત હેતુનાં પ્લોટ માં બોક્ષ ક્રિકેટ બનાવવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ બોક્સ ક્રિકેટ કામે અંદાજે ક્રિકેટની સાઈઝમાં ચારે તરફ નેટ, સિકયુરિટી કેબિન, બ્લોક સહિતના કામનો સમાવેશ થાય છે ત્યારે કાલાવડ રોડ ઉપર રુ.૨૮.૫૨ લાખનું એસ્ટીમેન્ટ તેમજ પેડક રોડ પર રુ.૨૯.૨ લાખનું એસ્ટીમેન્ટ ઈજનેરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કામના ટેન્ડર ઉપરથી થતા આ બંને જગ્યાએ એક જ એજન્સીએ ટેન્ડર ભર્યું હતું જેમાં એકમાં એસ્ટીમેન્ટના ભાવથી તેમજ બીજા સ્થળે એસ્ટીમેટ કરતા ચાર ટકા વધુ ભાવ દર્શાવ્યા હતા. આમ એક જ કામના ભાવમાં વિસંગતતા જોવા મળતા આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે શું નિર્ણય લેવાય છે તેની લોકોમાં મીટ મંડાયેલી છે.










