હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
‘અકિલા' કાર્યાલયે સરસ્વતી શિશુ મંદીરના છાત્રોની મુલાકાતઃ અખબારની અતથી ઇતિની માહીતી જાણી

રાજકોટઃ શહેરના રણછોડનગર સ્થિત સરસ્વતી શિશુ મંદીરના ૭૦ જેટલા છાત્ર-છાત્રાઓએ શિક્ષકો સાથે ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લઇ સમગ્ર પ્રક્રિયા જાણી હતી. વિદ્યાર્થીઓએ સમાચાર વિભાગ, કમ્પોઝ વિભાગ, ઇન્ટરનેટ વિભાગ, પેજ રૂમ, મશીન રૂમ સહીતના અકિલાના વિવિધ વિભાગોમાંથી માહીતી મેળવી આખી પ્રીન્ટીંગ પ્રક્રિયા જાણી હતી. વિદ્યાર્થીઓએ ૧૦૦ વર્ષ જુના હેન્ડ પ્રીન્ટીંગ મશીન જોઇને ખુશી સાથે આヘર્ય પામ્યા હતા. છાત્ર-છાત્રાઓએ વિવિધ વિભાગો અંગે પ્રશ્નો દ્વારા પણ જાણકારી મેળવી હતી. ઉપરોકત તસ્વીરોમાં અકિલાના વિવિધ વિભાગોની માહીતી મેળવતા છાત્રો તથા તેમને સંપુર્ણ પ્રક્રિયા સમજાવતા અકિલાના પત્રકારો મિતેષ આહીર, અમિત જોષી તથા ધ્રુમીલ પારેખ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:04 PM IST)










