હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉમિયા પદયાત્રિક ટ્રસ્ટ દ્વારા ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલીરૂપે યોજાયો મહારકતદાન કેમ્પ : ૧૩૨ બોટલ રકત એકત્ર

રાજકોટ : ટીઆરપી ગેમઝોનમાં બનેલ દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં મૃત્યુ પામેલ દિવ્યાત્માઓને શાંતિ મળે તે માટે ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી સભા સાથે મહારકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે દિપપ્રાગટય કરી શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા. બાદમાં રકતદાન કેમ્પ શરૂ કરાતા ૧૩૨ લોકોએ રકતદાન કરી પુણ્યકાર્યમાં નામ નોંધાવ્યુ હતુ. સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ. તેમજ રકતદાતાઓને પણ સારા કાર્ય બદલ બિરદાવ્યા હતા. ફિલ્ડ માર્શલ બ્લડબેંક, જીવનદીપ બ્લડબેંક અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકના સહયોગથી યોજાયેલ આ રકતદાન કેમ્પ સમયે ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉમાભવનના મુખ્યદાતા જીવનભાઇ ગોવાણી, ઉમિયાધામના ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, ટ્રસ્ટીઓ બી.એચ.ઘોડાસરા, નાથાભાઇ કાલરીયા, નંદલાલભાઇ માંડવીયા, મનસુખભાઇ પાણ, મુળજીભાઇ ભીમાણી, કાંતિભાઇ માકડીયા, ચંદુભાઇ ખાનપરા, વિજયભાઇ ડઢાણીયા, કિશનભાઇ ટીલવા, કૌશિકભાઇ રાબડીયા, પરસોતમભાઇ ફળદુ, ધીરૂભાઇ ડઢાણીયા, કાંતિભાઇ ઘેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, બીપીનભાઇ બેરા, સરોજબેન માકડીયા, કિરણબેન માકડીયા, ચેતનભાઇ સુરેજા, રજનીભાઇ ગોલ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઇ કનેરીયા, રાજેશભાઇ ત્રાંબડીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ બરોચિયા, મંત્રી પિનલભાઇ ટીલવા, સહમંત્રી કનકભાઇ મેંદપરા, ખજાનચી નિલેશ હિંશુ, સહ ખજાનચી મોહનભાઇ ફળદુ વગેરેએ જહેમત ઉઠાવી હતી.










