હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શુક્રવારે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૨ મિનિટ હશે
૨૧ જુને દિવસ લાંબો અને રાત્રી ટુંકી

રાજકોટ : આગામી શુક્રવાર તા.૨૧મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરછએ લોકોને અપીલ કરી છે. અમદાવાદ ખાતે તારીખ ૩ જુલાઇના રોજ ખગોળીય કાર્યક્રમ યોજાનાર છે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જ્યંત પંડયાએ જણાવ્યું કે સુર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે. તેના કારણે તારીખ ૨૧મી જુને લાંબામાં લાંબો દિવસ એટલે કે રાજકોટના દિવસ૧૩ કલાક ૨૮ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૨ મિનિટ - અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૦ મિનિટ- સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૩૮ મિનિટ- થરાડમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રી ૧૧ કલાક ૨૯ મિનિટ- મુંબઇમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ, રાત્રી ૧૦ કલાક ૪૭ મિનિટ સમગયાળામાં રહેશે.
તા. ૨૨મી જુનથી ક્રમીક રીતે સેકેન્ડના તફાવતે પ્રમાણે ક્રમશઃ ટુંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સુર્યોદય-સુર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકેન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રી જોવા મળશે.
૨૧મી જુન પછી સુર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તને દિક્ષણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઇ ચંદ્રની દિશા ગતી અને સુર્ય તરફ પૃથ્વીની ઝુકાવ અને સુર્યને પરીભ્રમણ ગતિ વિગેરે પરીબળો પર આધારીત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથુ દક્ષિણ અને ઉત્તર તરફ નમેલુ હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સુર્યના કિરણોના કારણે જોવા મળે છે. આ ખગોળીય ઘટના વિશે વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૨૧૬૬૮૮ ઉપર સંપર્ક સાધવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.










