<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

રાજયવ્‍યાપી પાકનો ડીજીટલ સર્વે થશે

આધુનિક ટેકનોલોજી આધારિત પાણી પત્રક બનશેઃ ગ્રામ સેવક અને તલાટી ખરાઇ કરશે વાવેતર વિસ્‍તારની ગણતરી ઝડપી અને ચોકસાઇવાળી થશે, ખેડુતોને ફાયદોઃ હિરેન હીરપરા

રાજકોટ, તા., ૧૭:  રાજય સરકાર દ્વારા ગયા વર્ષે ડીઝીટલ  ક્રોપ સર્વે પ્રાયોગીક  ધોરણે ૬ જિલ્લાઓમાં કરાયેલ. તેના આશાસ્‍પદ પરીણામ બાદ આ વખતે સમગ્ર ગુજરાતમાં આ પધ્‍ધતી અમલમાં મુકવાનું નક્કી થયું છે. પાકની વૃધ્‍ધિ પછી અને કાપણી પહેલા સંભવત ઓગષ્‍ટમાં સર્વે શરૂ થશે. તેનાથી  ખેડુતોને ઝડપી અને ચોકસાઇ પુર્ણ માહીતી મળી શકશે.

ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હીરપરા(અમરેલી) જણાવે છે કે  પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતો માટે આ ઐતિહાસિક નિર્ણય ડીઝીટલ ક્રોપ સર્વેનો થયો છે.  ભારત સરકાર, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે રાજ્‍યમાં સર્વે નંબર આધારિત ડીઝીટલ ક્રોપ સર્વે થશે જે તે ગામના સ્‍થાનિક વ્‍યક્‍તિને સર્વેની કામગીરી સોંપવામાં આવશે. જે દરેક સર્વે નંબર ઉપર જઈને વાવતે વિસ્‍તાર, વાવતેર કરેલ પાક અને ખેડૂત તેમજ પાકનો ફોટો ડીઝીટલ ક્રોપ સર્વે એપમાં અપલોડ કરશે તેની ઉપર ગ્રામ સેવક અને તલાટી વેરીફિકેશન કરશે.  આથી ડીઝીટલ ક્રોપ સર્વેમાં પ્રશ્નો ઓછા ઉપસ્‍થિત થશે.

 હિરેન હીરપરાનું કહેવું છે કે ડીઝીટલ ક્રોપ સર્વેના કારણે વાવતેર વિસ્‍તારની ગણતરી ચોક્કસાઈ પૂર્વક અને ઝડપી બનશે, અતિવળષ્ટિ કે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિમાં પાક વાર નુકસાનીનો સર્વે ઝડપી બનશે ઉપરાંત સાચા ખેડૂતોને ન્‍યાય મળશે. ટેકાના ભાવની ખરીદીમાં આ પાણી પત્રકનો ઉપયોગ થશે એટલે ખોટા લોકો ટેકાના ભાવોનો ગેરલાભ નહિ લઇ શકે, ખેત ઉત્‍પાદનના અંદાજે સામે સાચી આયાત નિકાસ નીતિ બનશે તેમજ ખેડૂતલક્ષી નવી યોજનાઓ નક્કી કરવામાં મદદ મળશે.

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગુજરાતના કળષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્‍યના ખેતીવાડી વિભાગ દ્વારા જે પહેલ કરવામાં આવનાર છે. તેને ભા.જ.પ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરાએ આવકારી ગુજરાત સરકારને ખેડૂતો વતી અભિનંદન પાઠવ્‍યા છે.

(4:19 PM IST)