પુજીત ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ તળે ૮ બાળકોએ નીટની પરીક્ષામાં મેળવ્યુ ઉજવળ પરિણામ

રાજકોટ તા. ૧૭ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલ નીટ પરીક્ષાનાં પરિણાોમાં શ્રેષ્ઠતા પુરવાર કરી બતાવી છે. આ કેન્દ્રના ૮ બાળકોએ મેડીકલ કોલેજમાં પ્રવેશના દ્વારે ડંકો લગાવી દીધો છે.
૭૨૦ માર્કની પરીક્ષામાં સોલંકી પાર્થ ૬૮૧, સિધ્ધપુરા અંશ ૬૨૩, લકકડ પ્રણવ ૬૦૩, ચાવડા અંજલી ૫૮૨, કાપડીયા નિધિ ૫૭૬, દાવડા નીરંક ૫૭૩, રાઠોડ દમયંતિ ૫૬૬, સોલંકી વિનીત ૫૩૫ ગુણાંક મેળવી લાવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી અને સમગ્ર જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ ટીમે આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ વર્ષથી ચાલતા આ જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ તળે ઘણા બાળકો ડોકટર, એન્જીનીયર, આઇઆઇટી સહીત ઉચ્ચ ડીગ્રી મેળવી ઉજવળ કારકીર્દી ઘડી ચુકયા છે.
આ વિદ્યાર્થીઓના ઘડતર માટે ટ્રસ્ટી શ્રીમતી અંજલીબને રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, કમીટી મેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, હસુભાઇ ગણાત્રા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, સી. કે. બારોટ, ભારતીબેન બારોટ, વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.










