હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાગ્યા ત્યારથી સવાર : શિક્ષણ સમિતિની શાળાઓમાં ૫૪૮ કરોડના ખર્ચે ફાયર સીસ્ટમ વસાવાશે
સાડા ત્રણ મહિના બાદ કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગ : કન્સલ્ટન્ટની નિમણુક કરવા, કોઠારીયા રોડ પરના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું ૫.૫૬ કરોડના ખર્ચે નવિનીકરણ સહિતની ૬૮ દરખાસ્તો અંગે નિર્ણય થશે

રાજકોટ તા. ૧૭ : ૧૮મી લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા તાજેતરમાં પૂર્ણ થતાની સાથે મ્યુનિ. કોર્પોરેશનમાં વિકાસકામો તથા મીટીંગનો ધમધમાટ થવા પામ્યો છે ત્યારે સાડા ત્રણ મહિના બાદ આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિ બેઠકમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં ૫૪ કરોડના ખર્ચે ફાયર સેફટીના સાધનો વસાવવા, શહેરના યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગની ફિઝીબીલીટી સ્ટેન્ડ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા, કોઠારીયા મેઇન રોડ પર આવેલ વિનોદભાઇ શેઠનું ૫.૫૬ કરોડનું કોમ્યુનિટી હોલનું નવીનીકરણ સહિતની ૬૮ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની મિટીંગમાં છેલ્લે સાડા ત્રણ મહિના એટલે કે તા. ૭ માર્ચ ૨૦૨૪માં વિવિધ દરખાસ્તો અંગે નિર્ણય થયો હતો. ત્યારબાદ લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના કારણે ૩ સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગમાં દરખાસ્તો પેન્ડીંગ રહી હતી. દરમિયાન તાજેતરમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા ઉઠતાની સાથે કોર્પોરેશન સહિતની સરકારી કચેરીમાં વિવિધ કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
શાળાઓમાં ફાયરના
સાધનો વસાવાશે
મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં આગની દુર્ઘટના સર્જાયેલ જેની ગંભીરતા ધ્યાને લઈને સરકારશ્રીની આ બાબતની ગાઈડલાઈન અનુસાર શાળા સંકુલોમાં ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની થાય છે જે વિગતો ધ્યાને લેતા જે પ્રાથમિક શાળાઓનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.મી કે તેથી વધુ હોય તેવી શાળાઓમાં ફાયરસેફટીની સુવિધાઓ તાત્કાલીક ધોરણે ફીટીંગ કરાવી ઉપલબ્ધ કરવાની થાય છે.
એક સર્વે મુજબ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૨૬ શાળઓ અને નગર શિક્ષણ સમિતિની કચેરી એમ મળી કુલ ૨૭ બિલ્ડીંગતે તમામમાં ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવી જરૂરી હોય સિસ્ટમ ઈન્સ્ટોલેશન માટે રૂ. ૪૫,૦૯,૭૮૩નો અંદાજે ખર્ચ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯ મીટરથી વધુ ઉંચાઈવાળી ૧૦ શાળાઓમાં ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ જેમાં અમુક સાધનો બંધ હાલતમાં હોય આ શાળાઓનું ફાયર સેફટી ફબ્ઘ્ રિન્યુ થયેલ ન હોય સાધનો રિન્યુ કરવાનો અંદાજીત ખર્ચ રૂ. ૯ લાખ આસપાસ થનાર છે. આમ કુલ ખર્ચ રૂ.૫૪,૦૯,૭૮૩ જેટલો અંદાજીત ખર્ચ થવા શાસનાધિકારી દ્વારા અભિપ્રાય સહ સંદર્ભ (૧) થી દરખાસ્ત કરવામાં આવેલ છે.
શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ કન્સલ્ટન્ટની નિમણુંક કરવા
શહેરના સ્માર્ટ સીટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવાના ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ કરવા સંદર્ભ- (૧) થી સ્ટે કમિટી દ્વારા સૈધ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ જે પરત્વે પ્રારંભિક તબક્કે શહેર ના સર્વેશ્વર ચોક ખાતે ઓટોમેટિક મલ્ટીલેવલ પાર્કિંગ કરવા ડીઝાઈન, બીલ્ટ ફાઈનાન્સ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (DBFOT)મુજબ ઈ-ટેન્ડરીંગ પધ્ધતિ થી ઓફર મંગાવવામાં આવેલ હતી. જે પરત્વે ૪ વખત પ્રયત્ન કર્યા બાદ કુલ પાંચ એજન્સીઓ તરફથી બીડ મળેલ.
મે. ગ્રોએવર ઈન્ડા. પ્રા લિ ૪૮,૯૦,૦૦૦, મે. દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટીમોડલ ટ્રાન્સીટ સીસ્ટમ લિ. ૧,૧૩,૮૦,૯૦૦ તથા મે. ગ્રાન્ટ થોર્ટન ઈન્ડીયા એલ.એલ.પી ૧,૮૬,૪૪,૦૦૦ આ કામ માટે (L1) LOWEST BIDDER તરીકે મે ગ્રોએવર ઈન્ફા પ્રા લિ. (હાલ મેં. પ્યોરવે ઈન્ફા પ્રા લિ) તરફથી આવેલ ભાવ અંગે વાટાઘાટ કરવાના કામે તા.૨૨/૦૫/૨૦૨૪નાં રોજ સમય ૩ કલાકે નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ટેન્ડર મુલ્યાંકન સમિતિ સમક્ષ મે. ગ્રોએવર ઈન્ફા પ્રા લિ. (હાલ મે. પ્યોરવે ઈન્ફા પ્રા લિ) એજન્સીના પ્રતિનિધિ હાજર રહેલ હતા. જેમાં વાટાઘાટોને અંતે ઉક્ત વિગતનાં કામે આવેલ ઓન લાઈન ટેન્ડરનાં ધારા ધોરણો તથા શરતો મુજબ (L1) LOWEST BIDDER તરીકે મે. ગ્રોએવર ઈન્ફ્રા પ્રા લિ. (હાલ મે. પ્યોરવે ઈન્ફા પ્રા લિ) દ્વારા આપવામાં આવેલ રૂ.૪૮,૯૦,૦૦૦ ભાવને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.
વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલની કાયાપલટ થશે
મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં-૧૭ માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવાનાં કામે જીએસટી સહીત કુલ રૂ.૫,૫૬,૦૧,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે ૫૪૨.૦૦ ચો.મી. માં સ્લેબ એરીયામાં Gૅ+૩ કલોરનું ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડીંગ બનાવવાનાં કામનો સમાવેશ થયેલ છે.
ઉપરોક્ત વિગતે એજન્સી આશિષ કન્સ્ટ્રકશન કું (જી.એસ.ટી. નં.- 24ABCFA1233G1Z5) દ્વારા ૦.૯૦% વધુ ભાવ રજુ થયેલ છે. આ ભાવ વધુ જણાયેલ હોઈ. એજન્સીને ભાવ ઘટાડા અર્થે વાટાઘાટો માટે ટેન્ડર ઇવેલ્યુએશન કમિટી સમક્ષ બોલાવતા તેઓ દ્વારા ભાવો ભાવથી કામ કરી આપવા સહમતી આપેલ વાટાઘાટ બાદ રજુ થયેલ ભાવ ટેન્ડર ઇવેલ્યુએશન કમિટીનાં અભિપ્રાય મુજબ વ્યાજબી તેમજ મંજુર કરવાપાત્ર હોય, જે મંજુર કરવામાં આવેલ છે.
આ કામનું એસ્ટીમેટ (GST સિવાય) રૂ.૪,૭૧,૧૮,૮૮૧ નું હોય એજન્સીનાં ભાવો ભાવ આવતા એકંદરે રૂ.૪,૭૧,૧૮,૮૮૧ તથા પ્રવર્તમાન ૧૮ જી.એસ.ટી. મુજબ રૂ.૮૪,૮૧,૩૯૯ મળી કુલ રૂ.૫,૫૬,૦૦,૨૮૦ ખર્ચ થશે.
આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમિટિમાં આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગુ ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ માટે પાણી લાઇન બીછાવવા, વોર્ડ નં. ૧૮માં પાલવ સ્કુલ પાસે ૨૦ મી. તથા ૨૪ મી. રોડ ડેવલપ કરવા, વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન, ડીઆઇ પાણી પાઇપ લાઇન તથા વોર્ડ નં. ૧ના અલ્કાપુરી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવા સહિતના કામોને લીલીઝંડી મળશે.










