અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદેદારોની વરણીઃ ગુજરાત પ્રમુખપદે હિરેન દૂધાત્રા

રાજકોટ :.. અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા દિલ્હીથી ૧૯પ૯ ના રોજ અખિલ ભારતીય પંચાયત પરિષદની સ્થાપના કરવામાં આવી હતી.
હાલમાં સુબોધકાંત સહાય તથા કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણ રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયાની આગેવાનીમાં ગુજરાતમાં અખિલ ભારતીય પંચાયત પરિષદના નવા રંગરૂપ સાથે હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં ગુજરાતના પ્રમુખ તરીકે હિરેનભાઇ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઇ રાવલ કાર્યાલય મંત્રી ધર્મેશભાઇ ચાવડા સંગઠન મંત્રી વનરાજસિંહ ચૌહાણ અને વિરાટભાઇ ગઢવી તથા અનેક જિલ્લા અને તાલુકા લેવલે હોદેદારોની વરણી કરવામાં આવી.
હિરેનભાઇ પટેલની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગામડાઓના વિકાસ તથા સવલત માટે કાર્યરત રહેશે.
છેવાળાના માનવી સુધી કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં સરકારની યોજનાઓ પહોંચાડવા તથા વિકાસનાં કાર્યની નેમ સાથે એક પંચાયતી રાજ ઉભો કરવામાં આવશે.
તસ્વીરમાં સંસ્થાના ગુજરાત પ્રમુખ હિરેન દૂધાત્રા મો. ૭રર૮૮ ૮૭૭૭૯, ગુજરાત ઉપપ્રમુખ રાજુ રાવલ મો. ૯૬૬૩૩ પ૦૪૭૮૪, રાજકોટ જીલ્લા પ્રમુખ ઠાકરશીભાઇ પટેલ, મો. ૯૭૧રર ર૧૧૮૦, રાજકોટ તાલુકા પ્રમુખ મનીષાબા વાળા મો. ૯૯૦૯૬ ૩૬૧ર૮, ગુજરાત રાજય કાર્યાલય મંત્રી ધર્મેશ ચાવડા મો. ૮૧૬૦૧ પ૯૧૮૪ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)










